વડોદરા: વડોદરાના (Vadodara) દંતેશ્વર વિસ્તારમાં રહેતા મનિ ટ્રાન્સફરનું કામ કરતા વેપારીની લાશ હાલોલ પાસે નર્મદા કેનાલમાંથી મળત ચકચાર મચી હતી. જોકે તેની ઓફિસમાંથી મળી આવી સ્યુસાઇડ (Suicide) નોટમાં ત્રણ લોકો રૂપિયા આપતા ન હોવાના કારણે હતાશ થઇ વેપારીએ આપઘાત કરી લીધો હોવાના ઉલ્લેખ કર્યો હોવાથી પોલીસે (Police) ત્રણેય શખ્સો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના દંતેશ્વરના સ્વામીનારાયણ મંદિર પાસેની નેહલ પાર્ક સોસાયટીમાં રહેતા હેતલબેન પટેલના પતિ આનંદભાઇ પટેલ મની ટ્રાન્સફરનું કામ કરતા હતા. તેમની પ્રતાપનગર ખાતે ઓફિસ 4 ઓગસ્ટના રોજ ગયા હતા. પરંતુ તેમના પતિના મોડી રાત સુધી ઘરે પરત આવ્યા ન હતા. જેથી તેઓ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન તેમના સંબંધી સંદિપના મોબાઇલ પર ફોન આવ્યો તો જેમાં જણાવ્યું હતું કે એક બલેનો કાર માણેકપુર નર્મદા મેઇન કેનાલ પર બિનવરસી હાલતમાં પડી છે. જેમાંથી બે મોબાઇલ મળ્યા છે . જેથી તેમના સંબંધીઓ સ્થળ પર દોડી જઇને કેનાલની આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ આનંદ પટેલનો કઇ પતો લાગ્યો ન હતો.
દરમિયાન 6 ઓગસ્ટે હાલોલના ગજાપુરા ગડિત ગામ પાસે નર્મદા કેનાલમાંથી આનંદ પટેલની લાશ મળી હતી. જેમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમના પતિએ ધંધા સાથે સંકળાયેલા વિશાલ ચંદુ જગસાણીયા, (મોરબી) જય ઉર્ફે જયેશ સુરેશ અમરૂતિયા (મોરબી) તથા જિગ્નેશન અરૂણ વ્યાસ (અમદાવાદ) સાથ ધંધાકીય લેવડદેવડમાં આંગળિયા પેઢી મારફતા અમદાવાદ ખાતે જીપીએસ લિમિટેડના મેનેજર અસ્પાક મારફતે 20 લાખ તથા એમ એચ આંગળિયા પેઢી દ્વારા 5.80 લાખ મોકલ્યા હતા. જેમાંથી તેઓએ 20 લાખ પરત મોકલ્યા હતા. પરંતુ 5.80 લાખ પરત આપતા ન હતા. ઉપરાત ત્રણેય કહેતા હતા કે પૈસા મળશે નહી તમારાથી જે થાય તે કરી લેજો અને ગાળો બોલવા લાગ્યા હતા. જેથી પતિએ તેમના જણાવ્યું હતું કે મારી પાસે કોઇ રસ્તો રહ્યો નથી હુ આત્મહત્યા કરી લઇશ ત્યારે જયેશે કહ્યું કે તારે જે કરવું હોય તે કર. પરંતુ ત્રણેય રૂપિયા નહી આપીને છેતરપિંડી કરી હતી.પત્ની ફરિયાદના આધારે પોલીસે આનંદ પટેલ આપઘાત કર્યો હોવાથી પોલીસ ત્રણ શખ્સો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કરી તમની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતક આનંદ પટેલની પત્નીની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે ઇપોકો કલમ 306,406,294(અ),114 મુજબ ગુનો દાખલ કર્યો હતો. જેમાં એક આરોપી અમદાવાદ જ્યારે અન્યે બે મોરબીના હોવાથી પોલીસની ટીમે તેમને પકડવા જવા રવાના થઇ છે. જે એન પરમાર, પીઆઇ મકરપુરાબોક્સ- આનંદ પટેલની પત્નીએ રૂપિયા પરત ન આપનાર ત્રણેય સામે ફરિયાદ નોંધાવી. દંતેશ્વરમાં રહેતા આનંદ પટેલે પોલીસ કમિશનરને નાણાકીય લેવડદેવની અરજી આપી હતી. જેની તપાસ મકરપુરા પોલીસ પાસે આવી હતી. જેમાં અમે નિવેદન લીધા હતા પરંતુ ત્યારબાદ આનંદભાઇ ગુમ થયા બાદ તેમની હોલાલની કેનાલમાંથી લાશ મળી હતી હેતલ પટેલ આપેલી ફરિયાદના આધારે ત્રણેય શખ્સો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયા છે. પી એન કટારીયા, એસીપી એચ ડિવિઝન
પતિની ઓફિસમાં જઇને તપાસ કરતા તેમના ટેબલ પરની એક ડાયરીમાંથી ત્રણ પાનાની પતિના હસ્તાક્ષરે લખેલી ચિઠ્ઠીઓ મળી આવી હતી .જેમાં જેમાં મારા 6.80 લાખ ગયેલા છે એના પછી મારી હાલત ખરાબ થઇ છે. મારી ઇજ્જત મારુ નામ સાચવવા માટે વ્યાજ પર પણ રૂપિયા લઇને બધાને સાચવ્યા છે મારા પૈસી કદી પાછા નથી આપ્યાં. હું વધુને વધુ દેવામાં જતો રહ્યો છે. હુ થાકી ગયો છે મારા મૃત્યુ માટે ફક્ત એને ફક્ત વિશાલ જયેશ તથા જિગ્નેશે મને ફસાવી નાખ્યો છે. મારી પાસે કોઇ રસ્તો નથી હુ હવે મરવા જઉ છું