વડોદરા: શહેરના (Vadodara) અલકાપુરીની આંગડિયા પેઢીમાં 36 લાખ રૂપિયા લઇને આવતા એચ એમ આંગડિયા પેઢીના કર્મચારીઓના જેતલુપર બ્રિજ નીચે ચાર શખ્સોએ પોલીસની (Police) ઓળખ આપી 16 લાખ લૂંટી (Robbery) લીધા હતા. ધોળાદહાડે લૂંટાટુઓએ પેઢીના કર્મચારીઓને લૂંટી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. કર્મચારીઓે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી લુટારીઓની શોધખોળૅના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના સમા પાણી ટાંકી પાસે આવેલા સુરભી ડુપ્લેક્ષમાં રહેતા હરપાલસિંહ હરેન્દ્રસિંહ જાડેજા સુલતાનપુરા ન્યાયમંદિર પાસે આવેલી એચ એમ આંગડિયા પેઢીમાં છેલ્લા દોઢ વર્ષથી નોકરી કરે છે. પેઢીના માલિક અજયસિંહ ચુડાસમા છે. બુધવારે તેમની ઓફિસમાં કામ કરતા દિવ્યરાજ ચુડાસમાએ ફોન કરી અલકાપુરી સેન્ટર પોઇન્ટ ખાતે આવેલા એચ એમ આંગડિયા પેઢીના બ્રાન્ચમાંથી અમનીનભાઇએ 36 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાંથી તેઓ પોતાના સુલતાનપુરાની બ્રાન્ચમાં આવવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન જેતલપુર બ્રિજ નીચે ઉતરા બે બાઇક પર ચાર શખ્સો તેમની પાસે આવ્યા હતા અને તેમન પોલીસવાળાની ઓળખ આપી તેમને સાઇડ પર ઉભા રખાવ્યા હતા.
ત્યારબાદ તેઓ તેમની બેગ ચેક કરતા રૂપિયા હોવાથી તેમને પૂછ્યું આ રૂપિયા કોના છે ત્યારે તેમના આંગડિયા પેઢીના છે તેમ કરતા ચેક કરી બેગ પરત આપી જતા રહ્યા હતા. ત્યારબાદ તેઓ તેમની ઓફિસ પર જઇને નાણી ગણતરી કરતા 20 લાખ રૂપિયા નીકળ્યા હતા અને 16 લાખ ગાયબ હતા. જેથી તેમને પોલીસની ઓળખ આપી ચાર શખ્સોને લૂંટ્યો હોવાની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી લુટારુઓની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસની વિવિધ ટીમો બનાવી લુંટારીઓની શોધખોળ કરાઇ રહી છે
ધોળાદહાડે બનેલી લૂટની ઘટનાના પગલે સયાજીગંજ પોલીસ સ્ટેશના અધિકારીઓ સહિત ડીસીબી, એસઓજી પીસીબી એલસીબી સહિતના 15 જેટલા ટીમો બનાવી લૂંટારીઓની શોધખોળ કરાઇ રહી છે. જે રૂટ પર લૂંટ થઇ છે તેના પર લગાવેલા સીસીટીવી કેમેરા પણ ચેક કરાઇ રહ્યા છે. એસીપી આર ડી કવા, એસીપી
લૂંટ કરનાર કે કરાવનાર કોઇ જાણ ભેદુ હોવાની આશંકા
સુલતાનપુરાની આંગડીયા પેઢીમાંથી જ હરપાલસિંહને અલકાપુરીથી રૂપિયા લઇ આવવા માટેની માહિતી આપી હતી. જેથી રૂપિયા આવતી વખતે જેતલપુરબ્રિજ ઉતરતા વેળા બે બાઇક પર આવેલા ચાર શખ્સોએ પોલીસવાળાની ઓળખ આપી હતી. ત્યાર બાદ બે ચેક કરવાના બહાને 36 લાખમાંથી 16 લાખ કાઢી લૂંટ ચલાવી હતી. પરંતુ તેમને કોઇ નુક્સાન પહોંચાડ્યું હતું. જેથી કોઇ જાણ ભેદુ હોવાનું આશંકા સેવાઇ રહી છે.