વડોદરા: (Vadodara) શહેરના કિશનવાડી વુડાના મકાનમાં રહેતા યુવકે યુવતી સાથે તેની મરજી વિરૂદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધીને પ્રેગનન્ટ (Pregnant) કરી નાખી ફરાર થઇ ગયો હતો. જેથી યુવતીએ વારસીયા પોલીસ (Police) સ્ટેશનમાં ફરિયાદ (FIR) નોંધાવતા પોલીસે દુષ્કર્મની (Rape) કલમ હેઠળ ગુનો નોંધી યુવકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
- છેલ્લા 8-9 મહિનાથી શરીર સંબંધ બાંધ્યા બાદ યુવક ફરાર
- યુવતીની ફરિયાદના આધારે યુવકની ધરપકડના ચક્રો ગતિમાન
શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતો ગૌરવ બારોટને 14 જાન્યુઆરી ઉત્તરાયણના તહેવારના દિવસે એક યુવતી સાથે આખો મળી ગઇ હતી.બંને વચ્ચે સંબંધો વિકસ્યા હતા. પતંગના પેચ મળવા સાથે યુવક અને યુવતીના પણ પેચ લડી ગયા હતા.ઉત્તરાયણના પત્યાના અઠવાડિયા બાદ યુવકે યુવતીને તેના સંબંધીના ઘરે બોલાવી હતી અને તેની મરજી વિરૂદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.ત્યારબાદ તો જ્યારે યુવક યુવતી મળવા માટે બોલાવે ત્યારે તેની સાથે દુષ્કર્મ ગુજારતો હતો .જેના કારણે યુવતીને ગર્ભી રહી ગયો હતો.પ્રેગનન્ટ થયા બાદ યુવકે યુવતીનો છોડી ક્યાંક જતો રહ્યો છે. યુવતીને તેને ફોન કરતી હોવા છતાં ઉપાડતો નથી .જેથી યુવતી વારસીયા પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ 376, 376(2)(એન) મુજબ ગુનો દાખલ કરીને યુવકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
અંગદાન અંગે જાગૃતિ લાવવા રેલવે સ્ટેશન પર સાંસદ દ્વારા કાર્યક્રમ યોજાયો
વડોદરાના સાંસદ દ્વારા વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે કાર્યરત કુલી ભાઈઓને અંગદાન જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ તથા વડોદરા રેલવે સ્ટેશન ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા અંગદાન મહાદાન બનશે.એક જીવનદાન વિશે કુલી ભાઈઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં ઉપસ્થિતં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના દિલીપ ભાઈ દેશમુખ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડો.હેમાંગ જોશી રેલવે મેનેજર તથા રેલ્વે સ્ટાફ તથા મોટી સંખ્યામાં કુલી ભાઈઓ સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે તમામ લોકોએ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રીક્ષા એસો. પણ જોડાયું હતું. અને આગામી 3 દિવસ સુધી અંગદાન અંગેની પ્રતિજ્ઞા અંગેના ફોર્મ પણ ભરવામાં આવશે. આ અંગે સાંસદ રંજનબહેન ભટ્ટે જણાવ્યું હતું કે આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનનો જન્મ દિવસ છે ત્યારે તેઓના જન્મ દિવસ નિમિતે વધુમાં વધુ લોકોના અંગદાન અંગેના સંકલ્પ પત્ર રજુ કરવાનો અમારો પ્રયાસ હશે. આ ઉપરાંત તે દિવસે તેઓ દ્વારા 100 જેટલા વ્યક્તિઓને કૃત્રિમ અંગો અર્પણ કરવામાં આવશે. તથા જે 600 ટીબી પેશન્ટને તેઓએ દત્તક લીધા છે તેઓને રાશનની કીટ આપી વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે