વડોદરા: વડોદરા શહેરમાં હાલ દબાણ ટીમની દબાણ હટાવો જુબેશ ચલાવી રહી છે પરંતુ જ્યાં ખરેખર દબાણ હટાવવાની જરૂર છે તેવા માંડવી વિસ્તારમાં પોલીસ સબ કંટ્રોલ રૂમ પાસે બસોને ઉભી રહેવા માટે ની જગ્યા છે. ત્યાં પોલીસે મોટી બે્રિકેટ લગાવી દેતા બસો ને અને નગરજનો ને રોડ પર ઉભા રહેવાની ફરજ પડી રહી છે. જયારે કમિશનર નો આદેશ હોવા છતાં હેરિટેજ ઇમારત ન્યાય મંદિર ફરતે ફરી ફૂલવાળા તેમજ ત્રણ બાજુ જાણે કે કાર પાર્કિંગ હોય તેમ વિવિધ કારો પાર્કિગ થયેલી જોવા મળે છે એક તરફ કમિશનર આ વિસ્તાર ને કોરીડોર માં આવરી લેવાની વાત કરે છે. અને બીજી તરફ પાલિકાએ જાણે પાર્કિંગ નો ઈજારો આપ્યો હોય તેવી રીતે હેરિટેજ ગણાતા ન્યાય મંદિર ની ત્રણેય બાજુ વાહનો પાર્કિંગ ની લાંબી કતારો જોવા મળી હતી.
વડોદરા શહેરની મધ્યમાં આવેલી ઐતિહાસિક ન્યાયમંદિર ઇમારતમાં સીટી મ્યુઝિયમ બનાવવાના ભાગરૂપે ન્યાયમંદિર જૂની કોર્ટ સંકુલ ફરતે તાજેતર માં ભગતસિંહ ચોકથી દૂધવાલા મહોલ્લા સુધીના નડતરરૂપ એસ.આર.પીની કેબીન અને વાહનો પોલીસે હટાવી ટ્રાફિકનું ભારણ દૂર કર્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે શહેરમાં જ્યાં જ્યાં પણ અનઅધિકૃત દબાણો છે. તેને હટાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. તેના ભાગરૂપે મેયર અને પદાધિકારીઓ અને કોર્પોરેશનની ટીમે સંયુક્ત રીતે પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવ્યું છે. જેટલા પણ દબાણો છે એ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.ખરેખર દબાણ હટાવ્યા પછી પોલીસ અને કોર્પોરેશન તરફથી જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ પણ બનાવવામાં આવે અને સતત સર્વેલન્સ અને મોનીટરીંગ કરવા માં આવે તો જ વડોદરા ન્યાંયમંદિર હેરિટેજ વિસ્તાર ને દબાણ મુક્ત બની શકે તેમ છે