વડોદરા: (Vadodara) કરજણ રેલ્વે સ્ટેશન (Karjan Railway Station) પર ગાડીના એક બોગી પાસેથી ધુમાડો નીકળતા તંત્ર દોડતું થયું હતું. જો કે આ સમગ્ર ઘટનાને લઈને ટ્રેન (Train) 15 મિનિટ સુધી કરજણ સ્ટેશન ઉપર રોકી રાખવામાં આવી હતી. સદ નસીબે કોઈ જાનહાની નહીં થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
- બ્રેક ચોંટી જતા ધુમાડો નીકળતા તંત્રમાં દોડધામ મચી
- 15 મિનિટ સુધી કરજણ સ્ટેશન ઉપર ટ્રેનને રોકી રાખવામાં આવતા મુસાફરો અટવાયા
વડોદરા જિલ્લાના કરજણ રેલવે સ્ટેશન ઉપર ગાડીના એસ ફોર બોગી પાસેથી એકાએક ધુમાડો નીકળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કરજણ સ્ટેશન ઉપર ભુજ બાંદ્રા ટ્રેનમાં આ ઘટના બની હતી બનાવને પગલે અધિકારીઓ સહિત રેલવે પોલીસ પણ દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર બ્રેક ચોંટી જતા ધુમાડો નીકળ્યો હતો અને સમારકામ બાદ ટ્રેન રવાના કરાઈ હતી 15 મિનિટ સુધી કરજણ સ્ટેશન ઉપર રેલ્વે ટ્રેન ને રોકવામાં આવી હતી.
જેને લઇને મુસાફરોમાં પણ અચરજ સર્જાયું હતું. કરજણ સ્ટેશન ઉપર ભુજ – બાંદ્રા ટ્રેનના એસ 4 બોગીની બ્રેક ચોંટી જતા ધુમાડો સાથે આગે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા 20 મિનિટના સમારકામ બાદ ટ્રેન રવાના કરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણ રેલવે સ્ટેશન ખાતે ભુજ – બાંદ્રા ટ્રેનના એસ – 4 બોગી પાસેથી ધુમાડો નીકળતા મુસાફરો થયાં ચિંતિત થઇ ગયા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી.
ઘટનાના પગલે રેલવેના અધિકારીઓ સહિત રેલવે પોલીસનો કાફલો કરજણ રેલવે સ્ટેશન ખાતે તાત્કાલિક દોડી આવ્યો હતો. ભુજ – બાંદ્રા ટ્રેન કરજણ સ્ટેશન ઉપર પહોંચતા અચાનક ટ્રેનના એસ – 4 બોગીની બ્રેક ચોંટી જતા ધુમાડો ની સાથે આગે દેખા દેતા બોગીમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે તાત્કાલિક રેલવેના અધિકરીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટેક્નિકલ ટિમ દ્વારા સમારકામ બાદ ટ્રેન રવાના કરાઈ હતી. અંતે સમારકામ માટે ટ્રેનને 20 મિનિટ સુધી કરજણ સ્ટેશન ઉપર રોકવામાં આવી હતી.