Vadodara

વડોદરામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાના બહાને વૃદ્ધ સહિત અન્ય લોકો સાથે 2.39 કરોડની ઠગાઇ

વડોદરા: વડોદરામાં (Vadodara) રાવપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધની પુત્રી અને મિત્ર ડોક્ટર સહિત તેની પત્નીએ શહેરમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવાના બહાને પિતા અને તેના પરિવાર તથા સંબંધીઓ પાસેથી રૂા.2.39 કરોડ રોકાણ કરવાના બહાને ઉછીના લીધા હતા. પરંતુ તેની વારંવાર માગણી કરવા છતાં પરત નહી આપીને ત્રિપુટી દ્વારા છેતરપિંડી આચરાઇ હતી. જેથી પિતાએ પુત્ર અને ડોક્ટર સહિત ત્રણ સામે ઠગાઇની (Cheating) ફરિયાદ (FIR) નોંધાવી છે.

શહેરના રાવપુરા ખારીવાવ રોડ પર ત્રિમૂર્તિ હાઇસમાં રહેતા હિમાંશુ સંગમનેરકરે ફરિયાદ નોંધાવી છે કે હુ નિવૃત જીવન ગુજારુ છે. મારી દીકરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેના ઋત્વિજ સાથે લગ્ન થયા હતા. બંનેએ તેમના મિત્ર ડો. નિશાંત શાહ અને તેની પત્ની અમી સાથે ઓળખ કરાવી હતી. થોડા દિવસ બાદ મારી દીકરી કલ્યાણીએ હુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ઓડિટર તરીકે સિલેક્ટ થઇ ગઇ છું અને મારી નોકરી ચાલુ થઇ ગઇ છે.

ત્યારબાદ વર્ષ 2019માં ઋત્વિજ સાથે અણબનાવ થતા મારી દીકરી પતિથી અલગ રહેતી હતી. વર્ષ 2020માં કલ્યાણી ડો. નિશાંત શાહ તથા તેની પત્ની અમી સાથે અમારા ઘરે આવી હતી ત્યારે ત્રણ જણાએ જણાવ્ચું હતું ઇન્ડિય મેડિકલ એસોસિએશન સાથે ડાયરેકટર તરીકે પ્રોજેક્ટમાં જોડાયા છે અને વડોદરામાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું આયોજન છે. જેમાં ઘણા લોકો રોકાણ કરવાના છે તમારે પણ મદદ કરવી પડશે.

તમે જે રૂપિયા રોકાણ કરવા આપશો તો તમારા રૂપિયા પરત કરી દેવામાં આવશે. ત્યારબાદ અમે તેમના વિશ્વાસમાં આવી ગયા હતા અને અમારા ઘરના તમામ સભ્યો તથા સગા સંબંધીઓ પાસેથી મળીને રૂા. 2.39 કરોડ રૂપિયા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે આપ્યા હતા. પરંતુ કોઇ હોસ્પિટલ બનાવ્યું ન હતું. જેથી ત્રણ જણા પાસે કલ્યાણીના પિતાએ રૂપિયાની વારંવાર માગણી કરવા છતાં પરત નહી આપીને છેતરપિંડી આચરી છે. ઠગો પુત્રી સહિત ત્રણ લોકો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top