Vadodara

સરકારે વડોદરાના વિકાસ માટે 184.9 કરોડ મંજુર કર્યા, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર

વડોદરા: રાજ્ય સરકાર (Gujarat Goverment) વડોદરાના (Vadodara) વિકાસ માટે અત્યાર સુધી કરોડો રૂપિયા મંજુર કર્યા છે. પરંતુ રોડ, રસ્તા, ડ્રેનેજ, અને હેરિટેજ ઇમારતો, વિશ્વામિત્રી રિવર ફ્રન્ટ, અને સ્ટેશન વિસ્તારનું મુખ્ય રેલવે ગરનાળુની સમસ્યા ઠેરની ઠેર જ જોવા મળે છે. શહેરના કેટલાય વિસ્તારોમા પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. રોડ રસ્તા ઉબડખાબડ જોવા મળે છે. વિના વરસાદે રોડ પર ભુવા જોવા મળે છે. આમ સરકાર રૂપિયાની લ્હાણી કરે છે. પરંતુ સામાન્ય નાગરિકો વેરો ભરે છે છતાં તેમની સામાન્ય સમસ્યા હલ થતી નથી. નાગરિકો નું કહેવું છે કે રાજ્ય સરકાર કરોડો રૂપિયા આપે છે. તો જાય છે ક્યાં તેવા વેધક સવાલો પૂછી રહીયા છેવડોદરા મહાનગરપાલિકાએ 2023-24નાં વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં 47 કામો માટે રૂ. 184.09 કરોડની દરખાસ્ત રજૂ કરવા મા આવી હતી CMએ આ દરખાસ્તને અનુમોદન આપ્યું છે.

આ યોજનામાં મુખ્યત્વે રસ્તા, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન તેમજ શાળાનાં મકાનો, હોસ્પિટલ, આંગણવાડી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપરાંત શહેરી બસ સેવા, રેલ્‍વે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ, રિંગરોડ, ફ્લાય ઓવર બ્રિજ, હેરિટેજ પ્રવાસન, રિવરફ્રન્ટ, સીટી બ્યુટીફિકેશનના કામો અને આગવી ઓળખના કામો જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ હેતુસર 2021થી અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ. 2689 કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. 1008.18 કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. 348.83 કરોડ રસ્તા તેમજ અન્ય ભૌતિક-સામાજીક આંતર માળખાકીય સુવિધા તથા આગવી ઓળખના કામો માટે ફાળવ્યા છે. જેમાં ગુજરાત ની ત્રણ મહાનગરપાલિકાઓમાં સડક સહિતના વિકાસ કામો માટે મુખ્યમંત્રીએ 1646 કરોડ મંજુર કર્યાવડોદરાને 184, જામનગરને 432 અને સુરતને 1029 કરોડ વિવિધ વિકાસ કામો માટે ફાળવવામા આવશે.

વડોદરાવાસીઓને મળશે ઘરના ઘર
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા આજે નવરાત્રિના બીજા નોરતે લોકોને તેમનાં સ્વપનાનુ ઘર મળે તે હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રો થકી હરણી ટી.પી.1 અને એફ.પી.88 ખાતે 58 જેટલા લાભાર્થીઓને મકાનોની ચાવી આપવામાં આવી હતી.પોતાનું એક ઘર હોય તે દરેકનું સ્વપન હોય છે. અને આ સ્વપ્ન સાકાર કરવા કેટલાય લોકો સતત મથતા હોય છે. પરંતુ અત્યારે દેશના વડાપ્રધાન અને અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ લોકોને પોતાનું ઘર મળી રહે તે દિશામાં પહેલ કરવામાં આવી હતી અને આજે દેશમાં ઘણાં લોકોને પોતાના સ્વપ્નોનુ ઘર મળ્યું છે.ત્યારે વડોદરા શહેરમાં પણ ઘણાં લોકોને પોતાના મકાનો મળ્યા છે.

આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હરણી ટી.પી.1 ખાતે આવેલા એફ.પી. 88 ખાતે મેયર પિન્કીબેન સોનીના વરદહસ્તે 58 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટેનો ઓનલાઇન ડ્રો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ, માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલ,શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી મનિષાબેન વકીલ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મ્યુનિ. કમિશ્નર દિલીપ રાણા,ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર અર્પિત સાગર, હસમુખ પ્રજાપતિ, સ્થાઇ સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી, રાખીબેન શાહ તથા મ્યુનિ. કાઉન્સિલરો અને પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મકાનોની ચાવી આપવામાં આવી હતી.

Most Popular

To Top