Gujarat

વડોદરામાં ગેંગરેપનો ભોગ બનનારી પીડિતાએ ડાયરીમાં ખૌફનાક આપવીતી લખી: ‘બળાત્કારીઓ મવાલી જેવા ન હતા, મારી સાઈકલને ટક્કર મારી અને..’

વડોદરામાં (Vadodara) ગેંગરેપ (Gangrape) બાદ વલસાડમાં (Valsad) ગુજરાત ક્વીન (Gujarat Queen) ટ્રેનમાં આપઘાત (Suciede) કરનારી નવસારીની (Navsari) યુવતીની (Girl) ડાયરીમાંથી (Diary) ચોંકાવનારા ખુલાસા થયા છે. વડોદરાના જાહેર માર્ગ પરથી યુવતી સાઈકલ પર જઈ રહી હતી ત્યારે આરોપીઓએ તેને પાછળથી ધક્કો મારી ફેંકી દીધી હતી. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં યુવતીએ ડાયરીમાં કેટલીક વિગતો લખી છે, પોલીસ તેનો અર્થ સમજવાની કોશિષ કરી રહી છે. યુવતીએ ડાયરીમાં આરોપીઓ વિશે લખ્યું છે કે તેઓ મવાલી જેવા ન હતા. યુવતીની મદદ કરનાર બસ ડ્રાઈવરની (Bus Driver) પૂછપરછ (Statement) આજે પોલીસે (Police) કરી હતી, જેમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

બે લોકોએ આંખે પટ્ટી બાંધી માથામાં જોરથી માર્યું હતું

પીડિતાએ તેની ડાયરીમાં લખ્યું છે કે, તે સાઇકલ(Cycle) લેવા વડોદરના ચકલી સર્કલ પર ગઇ હતી પણ ત્યાં ખૂબ ભીડ હતી એટલે સાઇકલ લઇને જગદીશવાળી ગલીથી ફરીને જઇ રહી હતી. ત્યારે અચાનક પાછળથી કોઇએ તેની સાઇકલને ધક્કો માર્યો હતો, જેના લીધે તે દીવાલ સાથે અથડાઈને નીચે પડી ગઇ હતી. પછી બે લોકોએ તેની આંખે પટ્ટી બાંધી દીધી અને માથામાં જોરથી માર્યું હતું, જેના લીધે અર્ધ બેભાન થઇ ગઇ હતી.’

અર્ધબેભાન પીડિતાને હવસખોરો ઢસડીને ઝાડીમાં લઈ જતા હતા ત્યારે..

થોડા સમય બાદ હું ભાનમાં આવી ત્યારે ચીસો પાડી હતી. મારો અવાજ દબાવવા બંને જણાએ મારા મોંઢા ઉપર દુપટ્ટો બાંધી દીધો હતો. શ્વાસ લેવામાં તકલીફ થતાં ફરી અર્ધબેભાન થઇ ગઇ હતી. બન્ને જણાને લાગ્યું કે હું મરી ગઇ છું, એટલે મને ઢસડીને ઝાડીઓમાં લઇ જતા હતા. રસ્તા પરનો પત્થર માથામાં વાગતા હું ભાનમાં આવી અને બંનેને ખબર પડી કે મારામાં હજી જીવ છે એટલે બંને ભાગી ગયા હતા. હું ખૂબ ગભરાઇ ગઇ હતી, હુંકોઇને કહીં પણ નહોતી શકતી, ખૂબ રડવું હતું પોતાની સાથે બનેલી આ ઘટના કોઇને કહીં મન હલકું કરવું હતું પણ મને સાંભળનાર કોઇ નહોતું.

ઝાડી નીચે યુવતી અર્ધનગ્ન અવસ્થામાં કણસી રહી હતી: બસ ડ્રાઈવરે પોલીસને નિવેદન આપ્યું

વડોદરામાં બળાત્કાર બાદ વલસાડમાં ગુજરાત ક્વીન ટ્રેનમાં આપઘાત કરનારી પીડિતાને વેક્સીન ગ્રાઉન્ડમાંથી તેની સહેલી સુધી પહોંચાડનાર બસ ડ્રાઈવરની આજે પોલીસે પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ બસ ડ્રાઈવરે મીડિયાને જણાવ્યું કે, હું વેક્સિન ગ્રાઉન્ડમાં સાંજે 6.55 કલાકે બસ પાર્ક કરવા ગયો ત્યારે ઝાડીઓમાંથી કોઈનો કણસવાનો અવાજ આવી રહ્યો હતો, ત્યાં જઈ જોયું તો એક યુવતી અર્ધનગ્ન હાલતમાં પડી હતી. તેને પૂછતા તેણીએ કહ્યું કે, મારા ઉપર બે છોકરાઓએ બળાત્કાર કર્યો છે. મારા હાથ બાંધીને મોઢા પર ડૂચો મારી રીક્ષામાં બંને જણા અહીં લાવ્યા હતા. બે છોકરા થોડી દૂર ઉભા હતા. હું છોકરાઓને મારવા માટે બસમાં દંડો લેવા ગયો ત્યારે બંને ભાગી ગયા હતા. તેઓના ચહેરા મેં જોયા નથી. રીક્ષાનો નંબર પણ જોયો નથી. બાદમાં એક પશુપાલક ત્યાં આવ્યા હતા. અમે બંનેએ તે યુવતીને દૂરથી તેના કપડાં શોધીને આપ્યા હતા અને ત્યાર બાદ યુવતીએ મારા મોબાઈલ પરથી તેની સહેલીને ફોન કર્યો હતો. વેક્સીન ગ્રાઉન્ડથી ચકલી સર્કલ સુધી અમે ચાલતા ગયા હતા, ત્યાં તેની સહેલી આવીને તેને લઈ ગઈ હતી. મેં પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું તો મને ના પાડી તેઓ જતા રહ્યાં હતાં.

નોંધનીય છે કે દિવાળીના દિવસે નવસારીની યુવતીની લટકતી લાશ ગુજરાત ક્વીન ટ્રેનના D-12 નંબરના કોચમાંથી મળી હતી. લાશની પાસે પડેલાં ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. બાદમાં પોલીસને યુવતીની એક ડાયરી મળી હતી, જેમાં તેની સાથે બળાત્કાર થયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

Most Popular

To Top