Vadodara

વડોદરા: જિલ્લા અને તાલુકા પંચાયત ખાતે પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામની થઇ જાહેરાત

વડોદરા: વડોદરા (Vadodara) જિલ્લા પંચાયત (District Panchayat) અને વડોદરા તાલુકા પંચાયતની (Taluka Panchayat) અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આગામી અઢી વર્ષની મુદત માટે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત જિલ્લા પંચાયતના પ્રમુખના સરકારી બંગલે કરવામાં આવી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા તેમજ વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી રાજેશ પાઠક પહોંચે તે પહેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનની ટીમ ત્યાં પહોંચી હતી. પ્રભારીએ જણાવ્યું હતું કે આ અઢી વર્ષ માટે પ્રમુખની સીટ સામાન્ય મહિલા અનામતની જે આ સીટ માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના આદેશ અનુસાર જિલ્લા અધ્યક્ષ માટે ગાયત્રીબેન તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દરખાસ્ત ભાજપ કરવાની છે.અશ્વિનકુમાર પટેલ કે જેમને જિલ્લા ઉપપ્રમુખ તરીકે જવાબદારી મળે છે.નિલેશ પુરાણી જેઓને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અને રેશ્માબેન વસાવા એમને પક્ષના નેતા તરીકેની જવાબદારી મળે છે અને નવીનભાઈ સોલંકી એમને દંડક તરીકેની જવાબદારી આપવામાં આવી છે.

આ રીતે કુલ આજે પાંચ જવાબદારીની અમે જાહેરાત કરી છે ગત અઢી વર્ષની ટર્મ માટે જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી રૂપે શાસન કર્યું છે.આ અઢી વર્ષમાં સાથે મળીને વડોદરા જિલ્લાના પ્રજાની સુખાકારી માટે સૌ મિત્રો સાથે મળીને કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે વડોદરાની જનતાનો પણ વિકાસ થાય અને વડોદરા પણ ગુજરાતમાં પ્રથમ નંબરે સ્થાન પામે એ દિશામાં સૌ મિત્રો સાથે મળીને કામ કરશે.અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેડમાં આપવામાં આવેલા નામ મુજબ પ્રમુખ તરીકે ગાયત્રીબા મહીડા તથા ઉપ પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પટેલ અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિલેશભાઈ પુરાણી રેશમા વસાવા પક્ષના નેતા,તથા નવીન સોલંકીને પક્ષના દંડકની જવાબદારી આપવામાં આવી હતી.

શિક્ષણ સમિતિની જવાબદારી આપી તો શિક્ષણની અંદર અઢી વર્ષની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો એ સર્વેની અંદર અગાઉના વર્ષોમાં વડોદરા જિલ્લો 27 માં નંબરે હતો.આ સર્વેની અંદર એકની પાંચમાં છે અને શ્રેષ્ઠ જિલ્લાનો શિક્ષણની અંદર એવોર્ડ અમને મંત્રીએ આપ્યો છે. તો હવે જિલ્લાનું સુકાન સોંપવામાં આવ્યું છે.તો આગામી અઢી વર્ષમાં ગુજરાતની અંદર શ્રેષ્ઠ જિલ્લો સહાય આપવામાં આવશે.સરકારશ્રીની 450 પ્રાંત યોજનાઓ છે જે વિવિધ વિભાગો દ્વારા અમને પાછલા વર્ષોનો અનુભવ છે.કે કયા વિભાગમાં કઈ યોજના છે.કેટલી યોજનાઓ છે ક્યાં સુધી પહોંચાડવાની છે એ અમને ખબર છે.કોના દ્વારા પહોંચાડવાની છે.અમારી પાસે બધું તૈયાર છે.એટલે હવે આવતીકાલથી અમારે કામે લાગી જવાનું છે. એટલે આવતા દિવસોમાં એક પણ લાભાર્થી બાકી નહીં રહે એનું અમે ધ્યાન રાખીશું : અશ્વિન પટેલ, નિલેશ પુરાણી અધ્યક્ષ કારોબારી જિલ્લા પંચાયત

પાર્ટીના જે સિદ્ધાંતો અમારા છે એ અમારી પેઢી દર પેઢીથી મળેલા છે,એ છેવાડાના માનવી સુધી વિશ્વ નેતા મોદીજીએ જે યોજનાનું યોગદાન આપ્યું છે શક્ય એટલું પહોંચાડવા પ્રયત્ન કરી અને વડોદરા રાજ્યની અંદર કેવી રીતે અગ્રેસર રહે તે માટે સતત તમે કામે લાગ્યા રહીશું અને ચિંતન મનન કરી અને સામાન્ય છેવાડાના માનવીના ઉત્થાન માટે રાષ્ટ્ર વિકાસ થાય છે એ દિશામાં જ અમે કામગીરી કરીશું. અમને સારું લાગ્યું કે પાર્ટી અમારી પર વિશ્વાસ કર્યો એ બદલ હું તમામનો આભાર માનું છું અને જે જે પાર્ટી મને આદેશ આપશે જે કાર્ય કરવાના રહેશે દરેક કાર્યને હું પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ : ગાયત્રીબા ગઢવી પ્રમુખ જિલ્લા પંચાયત

જે જવાબદારી મને તાલુકાના ઉપપ્રમુખ પ્રદેશો આપી છે તે બાલા હું સૌનો આભાર માનું છું અને બધાને સાથે લઈને સાથે મળીને આગળના જે બાકી પડેલા કામો છે તેને પૂર્ણ કરીશું : જ્યોત્સનાબેન વાઘેલા ઉપપ્રમુખ વડોદરા તાલુકા પંચાયત

Most Popular

To Top