SURAT

ઓલપાડની શાળામાં શિક્ષિકા મૌખિક પરીક્ષા દરમિયાન એકાએક ઢળી પડ્યા, સારવાર મળે એ પહેલા મોત

સુરત: ઓલપાડ (Olpad) નરથાણની સંસ્કાર કુંજ શાળામાં એક આશ્ચર્યચકિત ઘટના સામે આવી છે. મૌખિક પરીક્ષા દરમિયાન એક શિક્ષિકા (Teacher) અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. જ્યારે એમને ખાનગી હોસ્પિટલમાં (Hospital) લઇ જવાતા તરત મૃત (Death) જાહેર કરવામાં આવ્યા હતા. કૃતિકાબેન પરમાર ગુજરાતી વિષયના શિક્ષિકા હતા. લાંબા સમયથી શ્વાસની બીમારીથી પીડિત હોવાનું પણ પરિવારે જણાવ્યું હતું. જો કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે (Police) પોસ્ટમોર્ટમ ની દિશામાં કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

  • શિક્ષિકા અચાનક જમીન પર ઢળી પડતા ભાગદોડ મચી
  • કૃતિકાબેનને શ્વાસની બીમારીની સાથે હિમોગ્લોબીન ઓછું થઈ જવાની બીમારી પણ હતી

આ મામલે પોલીસે જણાવ્યું હતું કે ઘટના લગભગ બપોરે એક વાગ્યાની આજુબાજુની હતી. શાળામાં મૌખિક પરીક્ષા ચાલી રહી હતી. અચાનક 36 વર્ષીય કૃતિકાબેન ભગતભાઈ પરમાર જમીન પર ઢળી પડતા ભાગદોડ મચી ગઇ હતી. તાત્કાલિક એમને શાળાની વાનમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં એમને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. કૃતિકાબેનનો 10 વર્ષનો લગ્ન ગાળો અને એક 3 વર્ષનું બાળક હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારે જણાવ્યું હતું કે ભગતભાઈ પરમાર રત્નકલાકાર તરીકે કામ કરે છે. કૃતિકાબેનને શ્વાસની બીમારીની સાથે હિમોગ્લોબીન ઓછું થઈ જવાની બીમારી પણ હતી. એમની સારવાર પણ ચાલી રહી હતી. બે વર્ષથી શિક્ષિકા તરીકે નોકરી કરી રહ્યા હતા. ખુશમય જીવન સંસાર હતો. મંગળવારે પહેલી વાર શાળામાં ચાલુ ફરજ દરમિયાન ચક્કર આવી પડી ગયા બાદ અંતિમ શ્વાસ લીધા હતા. પોસ્ટ મોર્ટમ બાદ જ મૃત્યુનું સાચું કારણ સામે આવી શકે છે. જો કે પોલીસે પણ વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top