Vadodara

રોડના ખાડા પૂરવા વડોદરા કોર્પોરેશન ચાલુ વરસાદે જાગ્યુ

વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની વધુ એક બેદરકારી છતી થઈ છે.શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે ભર વરસાદમાં પાલિકા તંત્ર દ્વારા રોડ પર પેચ વર્ક સહિત ડામર નાખવાની કામગીરી કરવામાં આવી હતી.કહેવાય છે કે ડામર અને પાણીને વેર હોય.પરંતુ અસંખ્ય વાહનોથી ધમધમતા અમદાવાદ એક્સપ્રેસ વે થી વડોદરામાં આવતા મુખ્ય માર્ગ સમા તળાવથી અમિતનગર તરફ જતા રોડ પર ચાલુ વરસાદમાં જ રોડ પર પડેલા ખાડાઓમાં ડામર નાખવાની કામગીરી કરવામાં આવતા તંત્રની અણગઢ કામગીરી સપાટી પર આવવા પામી હતી.

સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે વડોદરા શહેરના અમદાવાદ એક્સપ્રેસ હાઈવેથી વડોદરામાં આવતો મુખ્ય માર્ગ સમા તળાવ પાસે રોડમાં મસમોટા ખાડાઓ પડી ગયા હતા.જેના કારણે આવતા જતા રાહદારીઓ મુસાફરોને અનેક જાતની તકલીફોનો સામનો કરવો પડતો હતો.હાલ વડોદરા મહાનગર પાલિકા દ્વારા આ સમા તળાવથી અમિતનગર જતા રોડ પર ચાલુ વરસાદમાં જ વડોદરા કોર્પોરેશનની ગાડીઓ લઈને પેચ વર્ક કરવા કે રોડ બનાવવા માટે કામગીરી કરતા નજરે પડ્યા હતા.કહી શકાય કે ડામર અને પાણીને વેર હોય છે.

એટલે ક્યારે પણ પાણી ભરેલા ખાડાઓ હોય તેમાંથી પાણી કાઢ્યા બાદ સુકાયા પછી તે ખાડા પૂરવાની કામગીરી કરવાની હોય છે.પરંતુ વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા સમા તળાવથી અમિતનગર સુધી ચાલુ વરસાદમાં રોડ પરના ખાડાઓમાં ડામર પૂરવાની કામગીરી કરવામાં આવી હતી.આ કામગીરી કરતા સ્પષ્ટ જણાઈ આવે છે કે અહીં પુનઃ ટૂંક સમયમાં ખાડા પડી જશે.આ અંગે જાગૃત નાગરિક અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગર પાલિકામાં નાગરિકો વેરો ભરે છે.એ વેરાનું પાણી થઇ રહ્યું છે.વડોદરા શહેરના મેયર ચેરમેન અને મ્યુ.કમિશનર જ્યારે સ્માર્ટ સિટીની વાતો કરે છે.

ત્યારે આજની તારીખે પણ વડોદરા શહેરના કોઈપણ રોડ રસ્તામાં ખાડા પડ્યા નહીં હોય એવું કહી શકતા નથી કે કબૂલી શકતા નથી.વડોદરા મહાનગર પાલિકામાં કાળા ડામરના રોડમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે રાજનેતાઓ અને અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે વડોદરા શહેરના નાગરિકોને વેરાનું વળતર મળવાની જગ્યાએ કળતર મળી રહ્યું છે.વડોદરા શહેરના કેટલાય નાગરિકોને કમરના દુખાવા સાથે મણકાના દુખાવાની તકલીફ ભોગવી રહ્યા છે.ત્યારે વડોદરા મહાનગર પાલિકા સ્માર્ટ સિટીની વાતો બંધ કરી વડોદરા શહેરને સ્માર્ટ રોડ રસ્તા અને  સ્માર્ટ પ્રાથમિક સુવિધા આપે તેવી માંગણી કરી હતી.

Most Popular

To Top