વડોદરા: વડોદરા (Vadodara) શહેરના હવાઈ મથક (Vadodara Airport) જ્યાં સત્તાધારી પક્ષના સાંસદ દ્વારા જન સુખા અર્થે અનેક રજૂઆતો કરવામાં આવી લોકોને સુવિધા મળી રહે તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન પણ થયું. પરંતુ, ક્યાંક તંત્રની બેદરકારીને કારણે દેશ માટે મહત્વની ભૂમિકા ભજવનાર વડાપ્રધાનના (PM Modi) એક જાહેરાતનું હોર્ડિંગ્સ ઉંધી હાલતમાં જણાતા ચર્ચાનો વિષય બન્યો હતો.
- કલાકો સુધી એરપોર્ટ પરિસરમાં પડી રહેલા આ હોર્ડિંગસને લઈને મુસાફરોમાં ચર્ચાનો વિષય
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા g20 અંતર્ગત વસુધૈવ કુટુંબકમના સૂત્ર સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલો છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં પણ અનેક કાર્યક્રમો યોજાશે. ત્યારે આ કાર્યક્રમ લક્ષી એક જાહેરાતનું હોડિંગ શહેરના એરપોર્ટ ખાતે લગાવવામાં આવી છે પરંતુ આ લગાવતા પૂર્વે આ હોર્ડિંગ ઊંધું મૂકવામાં આવતા વિવાદ સર્જાયો છે વડોદરા શહેરનું એરપોર્ટ જ્યાં શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ મહત્વની ભૂમિકા ભજવે છે.
જ્યારે જ્યારે પાર્લામેન્ટમાં બેઠક મળે ત્યારે તેઓ પણ વડોદરા શહેરના એરપોર્ટ અને નગરજનો ના સુખાઆર્થે રજૂઆત કરતા હોય છે. એરપોર્ટને લઈને અગાઉ પણ અનેક વિવાદ ઉભા થયા છે. ત્યારે હવે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી વિશ્વવિખ્યાત બન્યા છે. અને તેમના આ વિકાસની ગાથા ને દેશ દુનિયામાં ઉજાગર કરવા માટે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. પરંતુ વડોદરા શહેરમાં દેશના વડાપ્રધાન નું જ સન્માન ન જળવાયું હોય તેવા દ્રશ્યો ઉભા થયા છે. વ
ડોદરા શહેરના હવાઈમથક એરપોર્ટ ખાતે જી 20 અંતર્ગત વિવિધ લગાવવામાં આવનાર છે. પરંતુ આ હોર્ડિંગને એરપોર્ટ પરિસરમાં ઉંધા મુકવામાં આવતા વિવાદ સર્જાયો છે. દેશના પ્રધાનમંત્રી ને હોર્ડિંગ્સમાં દર્શાવાયા છે. અને તેમને પણ ઉંધા દર્શાવતા ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા શહેરના એરપોર્ટ ખાતે અનેક કાર્યક્રમો થયા અને જેમાં ફોટો સેશન પણ થયા અને પીએમ મોદી ના નામે તરી ખાતા મહાનુભાવો માત્ર પરત ફરતા હોય છે.
પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈની ગરિમા ન જળવાતી હોવાનું જોતા નથી એવું જ ક્યાંક દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે બન્યું છે. એરપોર્ટ ખાતે હોર્ડિંગ્સ અને એમાં પણ વડાપ્રધાન મોદીનો ફોટો જેને ઊંધો મુકવામાં આવતા મહાનુભાવો સામે પણ સવાલો ઉઠ્યા છે.