Gujarat

વડોદરા: બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા પતરૂં કાપી કરાયું રેસ્ક્યુ

વડોદરા: વડોદરાના (Vadodara) દુમાડ ચોકડી નજીક ગત મોડી રાત્રે બે ટ્રક (Truck) વચ્ચે અકસ્માત (accident) સર્જાયો હતોય આ અકસ્માતમાં એક ટ્રકની કેબિનનો ભૂક્કો થઈ ગયો હતો. જેમાં ટ્રક ડ્રાઈવર (Driver) ફસાઈ ગયો હતો. ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી કેબિનના પતરાં કાપી ડ્રાઈવરનું રેસ્ક્યુ (Rescue) કરી સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડાયો હતો.

મળતી માહિતી અનુસાર વડોદરાના દુમાડ ચોકડીથી ગોલ્ડન ચોકડી વચ્ચે હાઈવે પર ઈન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપની સામે મોડી રાત્રે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ જતી ટ્રક સાથે પાછળથી આવતી ટ્રક જોરદાર અથડાઈ હતી. જેમાં આગળ જતી ટ્રકનો ચાલક વાહન સાથે જ ફરાર થઈ ગયો હતો. પરંતુ પાછળથી આવતી બીજી ટ્રકની કેબિનનો ભૂક્કા બોલયા ગયો હતા. જેમાં ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં જ ફસાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ ટ્રકની કેબિનના પતરૂં કાપી ડ્રાઈવરને બહાર કઢાયો હતો. અને ત્યાર બાદ તેને વધુ સારવાર અર્થે હોસ્પિટ ખસેડવામાં આવ્યો છે.

અમદાવાદથી સુરત તરફ જતી ટ્રકને નડ્યો અકસ્માત
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ બાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી દોડી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત ટ્રક અમદાવાદથી સુરત તરફ જઈ રહી હતી. ત્યારે આગળ જતી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે રાજ્યના અન્ય બે શહેરોમાં પણ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જૂનાગઢમાં ગત રોજ મોડી રાત્રે એક કાર કૂવામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે લીંબડી અમદાવાદ હાઈવે ખાતે અન્ય મુસાફરો ભરેલી બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 20થી 25 મુસાફરો ઘાયલો થયા હોવાનું જાણવા મળ્યું છે.

જૂનાગઢના કોડીનારમાં કાર કૂવામાં ખાબક્તા બે લોકોના મોત
મળતી માહિતી અનુસાર જૂનાગઢના કોડીનારમાં ગત રાત્રે કાર કૂવામાં ખાબકી હોવાની એક ઘટના બની હતી. કૂવામાં પડેલી કાર અને બે વ્યક્તિઓને બચાવવા માટે વહેલી સવાર સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. ત્યાર બાદ કાર અને બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર કોડીનાર ફાચરિયા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે રાત્રે 10 કલાકે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે કારચાલકે કાબુ ગુમાવતા કાર કૂવામાં પડી હોવાનું સામે આવ્યું છે. આ સાથે મૃતક યુવાનો વડનગરના હોવાનું  સામે આવ્યું છે. 

લીંબડી અમદાવાદ હાઈવે પર બસ પલટી
ગતરાત્રે લીંબડી-અમદાવાદ હાઈવે પર એક ખાનગી બસ પલટી મારી જતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ ખાનગી બસમાં 20થી 25 લોકો ઈજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર વાપીથી પોરબંદર જતી બસનો કટારીયાના પાટીયા નજીક અકસ્માત થયો હતો. બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. બીજી તરફ અકસ્માત સર્જાયા બાદ ચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો. 

Most Popular

To Top