વડોદરા: (Vadodara) શહેરના ઉંડેરા વિસ્તારમાં રહેતા ભાજપના (BJP) યુવા મોરચાના મહામંત્રીને રસ્તામાં રોકી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યએ તને બહુ ચરબી ચડી ગઈ છે તેમ કહી હુમલો કર્યો હતો. જેની મહામંત્રી જવાહરનગર પોલીસ સ્ટેશન (Police Station) ફરિયાદ નોંધાતા પોલીસે પૂર્વ સદસ્યની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ઉંડેરા વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર ૯માં ભાજપના યુવા મોરચાના મહામંત્રી તરીકે કાર્યભાર સંભાળતા મેહુલ સોલંકી શનિવારે ઉડેરા સર્કલ પાસેથી મિત્ર સાથે બાઇક પર પસાર થતો હતો. તે દરમિયાન ઊંડેરાના પૂર્વ સરપંચના પતિ અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય તેજસ ઉર્ફે તેજા પટેલે (રહે.મોટી ખડકી ઉડેરા ગામ વડોદરા)એ મને સર્કલ પાસે રોક્યો હતો. ત્યારબાદ તેણે તને બહુ ચરબી ચડી ગઈ છે તેમ કહી મારમાર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેથી ભાજપ યુવા મોરચા મહામંત્રી મેહુલ સોલંકીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એમ એન શેખ દ્વારા તેની સામે ગુનો નોધી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પટેલે મ્યુ.કાઉન્સિલર અને ધારાસભ્યને પણ ગાળો ભાંડી
મેહુલ સોલંકીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવ દરમિયાન હું કાઉન્સિલર અને ધારાસભ્ય સહિતના આગેવાનોને આરતી કરવા માટે બોલાવતો હતો. જેની તેજસને ગમતુ ન હતુ. તેની અદાવત રાખીને તેજાભાઈએ મારા ઉપર હુમલો કર્યો હતો. તેજસ પટેલે મારા માતા-પિતા,મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્યોને પણ જાહેરમાં ગાળો ભાંડી હતી.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાકા સસરાનું વડોદરામા નિધન
વડોદરા: વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા હતા વિજય રૂપાણીના કાકા સસરા કૃષ્ણકાંત બક્ષી નુ માંદગીના કારણે અવસાન થતા તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામા ભાજપાના આગેવાનો જોડાયા હતા. પૂર્વ મુખ્ય મંત્રીના કાકા સસરા હોવાના નાતે વિજય રૂપાણી અંતિમ વિધિમાં હાજરી આપવા વડોદરા પહોંચ્યા હતા. કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.