મોદીએ સત્તા પર ચાલુ રહેવા જાતજાતના અને ભાતભાતના તઘલખી નિર્ણયો લેવા માંડયા. તેણે જનતાની આવકો વધે, શિક્ષણ વધે, સ્વાસ્થ્ય વધે, જનતાની બુધ્ધિશકિત વધે એવા કોઇ પગલાં ભર્યાં નથી. તેની સરખામણીમાં વડોદરાના રામ ગાયકવાડ તો અભણ જેવા હતા પણ જનતાની બુધ્ધિશકિત વધે તે માટે ગામે ગામ નિશાળ, વાચનાલયો, ટેલીફોનો, ચોરા બનાવ્યા. આમે તો આદિવાસી વિસ્તારોની નિશાળો બંધ કરાવી, હનુમાનનાં મંદિરોને ઉત્તેજન આપ્યું, છેલ્લે શબરીનું પણ મંદિર બંધાવ્યું, પૂતળાં બનાવ્યાં, જાણે પૂતળાંઓમાંથી અદૃશ્ય શકિતનો સંચાર જનતામાં થશે, તેમની ઉત્પાદનશીલતા વધશે, ખેતી, ઉદ્યોગોનું ઉત્પાદન વધશે પણ એવું કાંઇ થયું નહીં. ઉલટું ચીનથી તૈયાર માલ લાવવાનું કામ જોશબંધ ચાલુ કરી દીધું, આજે આપણી વેપાર ખાધ ચીનની સાથે ભયંકર હદે ઊંચી થતી ગઇ છે.તેને જનતાને ઉંચે લાવવામાં કોઇ રસ જ નથી. માત્ર ચૂંટણીઓ જીતવી, બે ત્રણ સીટ આવી હોય છતાં પૈસા સત્તાની ઉથલપાથલ બ્લેકમેલ ધાકધમકી, ઇવીએમમાં ઘાલમેલ કરી સરકારો બનાવવામાં અને વિપક્ષની સરકારો ભ્રષ્ટાચાર આચરી ધારાસભ્યોને ફોડી તેવી સરકારો ગબડાવવામાં અને ભાજપને સત્તા પર બેસાડવામાં જ રસ છે.
તે હંમેશા 7000 કરોડવાળા વિમાનમાં ફર્યા કરે છે, કળશીયે જાય ત્યાં પણ પ્લેન વાપરતા લાગે છે. કોઇ વાર ગુફામાં બેસી જઇ સન્યાસી બન્યાનું કે મંદિરોમાં જઇ કિંમતી વસ્ત્રો પહેરી ફોટા પડાવવા અને હવે તો ઢોલ વગાડવામાં જ તે જીવનનું ધ્યેય હોય એમ લાગે છે. ત્યારે સરકારી કંપનીઓ, એરપોર્ટો પોતાના મિત્રને મફતના ભાવમાં વેચ્યાની ડંફાસ મારવાનું હજી ચાલુ કર્યું નથી! વિપક્ષના નેતાઓને ઇડીની કચેરીમાં બોલાવી કલાકો સુધી તેમની પૂછપરછ નહીં, મેસ્મેરીજન થતું લાગે છે અને સાક્ષીઓ, આરોપીઓનો ધમકાવી વિપક્ષના નેતાઓને સંડોવતા કાગળો પર સહી કરાવવામાં આ મહાશય પ્ર.મં. તરીકે પોતાની લાયકાત પુરવાર કરે છે. આ બધું છાપામાં આવતું નથી. ટી.વી. ચેનલો તેના મિત્રોએ ખરીદી લીધી છે છતાં વડાપ્રધાનની ઇજ્જતના શેરના ભાવ અદાણીના શેરના ભાવની જેમ ગગડી રહ્યા છે.
સુરત – ભરત પંડયા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બ્રેકીંગ ન્યૂઝ ધરમપુરના
એક સમયના એશિયા ધરમપુરના મોટામાં મોટા તાલુકાની ઓળખ ધરાવતું હતું. ધરમપુર રજવાડાના રાજનગર એવા જંગલ પછાત અને આદિવાસી બાહુલ વિસ્તાર ગણાતો. આજના ઝળહળતા આઈ.ટી. યુગમાં બ્રેકીંગ ન્યુઝ જેવા શબ્દોનું મહત્ત્વનું સ્થાન છે તેવું બન્યું પણ ખરું. અહીંની સ્વર્ગવાહિની નદી ઉપરના પુલને પાડીને નવો બનાવ્યા પછી ઉદઘાટન માટે અટકી રહ્યો. નેતા અને તેના ગજાને માપમાં દોઢ વર્ષથી ત્રાસેલી પ્રજાએ કોઈ માલજાનની પરવા વગર અપને આપ લોકાર્પણ કરીને લોકશાહીનું સાચું ઉદાહરણ બનાવ્યું છે.
ધરમપુર – ધીરુ મેરાઈ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.