‘નાગરિક સુવિધાના નવા યુગની શરૂઆત કરતા હવે પોતાના ફોન પર સરળતાથી કોવિડ-19 વેક્સિન સ્લોટ બુક કરો. વૉટ્સએપ પર
માય-ગવ ઈન્ડિયા કોરોના હેલ્પડેસ્ક પર ‘બુક સ્લોટ’ ટાઈપ કરી સેન્ડ કરવું. ઓટીપી વેરીફાઈ કરવો અને આગળના સ્ટેપ્સ લેવા. આજે જ બુક કરાવો ડબ્લુએ.એમઈ-91-9013151515’, એમ માંડવિયાએ ટ્વીટ કર્યું હતું.
વૉટ્સએપે મંગળવારે કહ્યું હતું કે તેના પ્લેટફોર્મ પર માય-ગવ કોરોના હેલ્પડેસ્ક પર હવે યુઝર્સ પોતાની નજીકનું વેકસીન સેન્ટર શોધી શકે છે અને પોતાની વેક્સિન એપોઈન્ટમેન્ટ બુક કરી શકે છે.5 ઓગસ્ટના રોજ માય-ગવ અને વૉટ્સએપે ચેટબોટમાંથી યુઝર્સ વેક્સિન સર્ટીફિકેટ ડાઉનલોડ કરી શકે તેવી સુવિધા રજૂ કરી હતી અને અત્યાર સુધી દેશભરમાં યુઝર્સ દ્વારા 32 લાખ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવામાં આવ્યા છે.
‘વૉટ્સએપ પર માય-ગવ કોરોના હેલ્પડેસ્ક માર્ચ 2020માં લોન્ચ થયું હતું ત્યારથી અત્યાર સુધી મહામારી દરમિયાન તે કોવિડ સંબંધિત માહિતી મેળવવા માટે સૌથી વિશ્વાસુ સ્ત્રોત તરીકે સામે આવ્યું છે અને જાહેર આરોગ્યની કટોકટી સામે લડવામા મહત્વનું સાધન સાબિત થયું છે તેના ભારતમાં 4 કરોડ 10 લાખ યુઝર્સ છે’, એમ વૉટ્સએપે કહ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું, માય-ગવના સીઈઓ અભિષેક સિંહે કહ્યુ હતું માય-ગવ કોરોના હેલ્પડેસ્ક અગ્રણી ટેક્નોલોજીકલ સમાધાન છે જે દેશમાં કરોડો લોકોને લાભ પહોંચાડે છે.હેપ્ટીક અને ટર્ન.આઈઓના ટેકાથી માય-ગવ કોરોના હેલ્પડેસ્ક લોન્ચ થયુ છે ત્યારથી અત્યાર સુધી તે કોરોનાથી સંબંધિત પ્રમાણિક માહિતી આપીને નાગરિકોની મદદ કરી રહ્યુ છે હવે તે વેક્સિન બુકીંગ અને વેક્સિનેશન સેન્ટર્સ શોધવામાં અને વેક્સિનેશન સર્ટિફીકેટ ડાઉનલોડ કરવામાં પણ નાગરિકોની મદદ કરી રહ્યુ છે.
માય-ગવ કોરોના હેલ્પડેસ્કનો સંપર્ક કરવા નાગરિકોએ વૉટ્સએપ નંબર 91-9013151515 પોતાના મોબાઈલમાં સેવ કરવો પડશે, ત્યારબાદ તેઓ ‘બુક સ્લોટ’ આ નંબર પર ટાઈપ કરીને મોકલીને ચેટ શરૂ કરી શકે છે, આમ કરવાથી એક 6 આંકડાનો વન-ટાઈમ પાસવર્ડ તેમના ફોન પર આવશે.ત્યારબાદ યુઝર્સ તારીખ અને પિનકોડ આધારીત સ્થળ અને વેક્સિનનો પ્રકાર પસંદ કરી શકે છે.