કોરોના રસીકરણ ઝુંબેશમાં રસીઓના કેટલા ડોઝ અપાયા તે આંકડાઓ ન્યુઝ પેપરમાં વંચાય અને કોરોનાની રસી મેળવવા માટેની લાઇનના દ્રશ્યો પણ દેખાય તો સાચી હકીકત શું છે એ સમજવું મુશ્કેલ થઇ જાય! પ્રથમ ડોઝ અને બીજો ડોઝ કેટલા વ્યકિતઓને અપાયો? નએ કેટલાસ મયમાં કેટલા ડોઝ અપાયા? એ આંકડા જાણીને પ્રજા શું કરવાની? ભરતમાં એક જ દિવસમાં એક કરોડ લોકોને રસીકરણ અપાવીને ગર્વ લેતી સરકારની નજર આંકડાઓ ઉપરથી હટાવીને રસી માટેની લાંબી કતારોમાં ઉભેલા અને રસી માટે હાલાકી ભોગવતા લોકો ઉપર પણ પડવી જોઇએ.
પરંતુ માણસ તો બિચારો લાચાર! કોઇ પણ કામ માટે લાંબી કતારોનો સામનોક રવો એ તો એક સામાન્ય બાબત થઇ ગઇ હોય એવું લાગે છે. પરંતુ રસીકરણના એક દિવસીય અહેવાલના આંકડાઓ વધવાથી ગર્વ લેતી સરકારે આ રસીકરણનું બીજુ પાસુ પણ વિચારવુ જોઇએ. નાના બાળકોના પોલિયો રસીકરણની જેમ કોરોના રસીકરણ માટે પણ યોગ્ય વિસ્તારની ફાળવણી કરી ઘરઆંગણે જ રસીકરણ કરીને પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકાય અને ત્રીજી લહેરના સંભવત: આગમન પહેલા દરેકને સુરક્ષિત કરી શકાય.
અમરોલી – પાયલ વી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.