કોરોના સંક્રમણ સામે રક્ષણ ના અમોઘ શસ્ત્ર એવા કોરોના રસીકરણ અભિયાનમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૧લી મે થી, ગુજરાત સહિત દેશના 9 રાજ્યો માં રાજ્યમાં ૧૮-૪૪ વર્ષની વય જુથના વ્યક્તિઓની કોવિડ-૧૯ રસીકરણની કામગીરી શરૂ થઈ છે.
ગુજરાતે રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરો તથા ૩ જિલ્લા મહેસાણા, કચ્છ અને ભરૂચ કે જ્યાં કોવિડ-૧૯ના એક્ટીવ કેસોની સંખ્યા વધુ છે ત્યાં 18 થી 44 ની વય ના નાગરિકો માટે રસીકરણની કામગીરી શરૂ કરી છે.
રાજ્યના ૧૮-૪૪ વર્ષના વય જુથના યુવાઓનો રસીકરણ માટે ઉત્સાહ જનક બહોળો પ્રતિસાદ મળતા આ ૧૦ જિલ્લા- કોર્પોરેશનમાં કુલ ૬૦,૦૦૦ ડોઝ પ્રથમ દિવસે આપવાના આરોગ્ય વિભાગના આયોજન સામે કુલ ૫૫,૨૩૫ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
આજે ગુજરાત સહિત દેશ ના જે 9 રાજ્યો મહારાષ્ટ્ર, ઓરીસ્સા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્લી, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, તામિલનાડું માં રસીકરણ શરુ થયું છે. દેશ ના આ રાજ્યો માં 80 હજાર જેટલા ડોઝ આપવામાં આવ્યા છે અને ગુજરાત તેમાં 92 ટકા કામગીરી એટલે કે 60 હજાર સામે 55,235 ડોઝ આપીને ગુજરાત સમગ્ર દેશમાં આ 18 થી 44 ની વયના લોકોને રસીકરણ માં પ્રથમ સ્થાને રહ્યું છે.
ગુજરાતને સીરમ ઇન્સ્ટિટ્યુટ, પુના તરફથી ૩૦મી એપ્રિલના રોજ કોવિશિલ્ડ રસીનો ૩ લાખ ડોઝનો જથ્થો પણ પ્રાપ્ત થઈ ગયો છે.
18 થી 44 ની વય જૂથના નાગરિકો માટે રસીકરણ રજિસ્ટ્રેશન ની ઓન લાઇન પ્રક્રિયા 28 એપ્રિલ થી શરુ થતાં જ રાજ્યના આ વયના લોકોએ વ્યાપક પ્રતિસાદ આપીને મોટા પ્રમાણમાં ઓન લાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જે જિલ્લાઓ માં કોરોના સંક્રમણ વધુ છે તેવા 10 જિલ્લામાં આવા રજિસ્ટ્રેશન થયેલા યુવાઓના રસીકરણ ને 1 લી મેથી જ અગ્રતા આપી આરોગ્ય તંત્રને તાકિદ કરી હતી.આજે પ્રથમ દિવસે જ 55,235 રસી ડોઝ આપવામાં આવ્યા છે અને ગુજરાત રસીકરણ ના ચોથા તબક્કાના પ્રારંભ દિવસે જ દેશ ભરમાં ટોપ પર આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યમાં આજ રોજ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર અને ૪૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓને પણ પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ ૧,૬૧,૮૫૮ રસીના ડોઝ આપવામાં આવેલ છે.સમગ્ર રાજ્યમાં આજે 1લી મે ના રોજ કુલ ૨,૧૭,૦૯૩ રસીના ડોઝ આપવામાં આવ્યા છે