આણંદ : કોરોના સંક્રમણની ત્રીજી લહેરને અટકાવવાના હેતુથી રસીકરણ મહા અભિયાન સઘન બન્યું છે. વેક્સીનના પ્રથમ કે બીજા ડોઝથી વંચિત હોય તેવા નાગરિકોને રસી આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રરભાઇ મોદીના જન્મદિનથી રોજ રસીકરણ મહા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ખેડા જિલ્લાના સમાહર્તાના માર્ગદર્શનથી જિલ્લા આરોગ્ય ૭ તંત્ર દ્ધારા દરેક તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ મળી કુલ 231 કેન્દ્રો પર રસીકરણ મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન હેઠળ દરેક વ્યક્તિને રસી આપી કોરોના સામે રક્ષીત અને રસીકરણ ઝુંબેશને સફળ બનાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્ધારા તાલુકા-જિલ્લા કક્ષાએ સવારથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું, અને વૃધ્ધોને ઘરે-ઘરે જઇને કોરોનાની રસી આપી કોરોનામુક્ત જિલ્લો બનાવવા ભારે જહેમત ઉઠાવામાં આવી હતી. ગ્રામ્યમાં છેવાડાના વિસ્તાર ઉપરાંત એસ.ટી.બસ ડેપો જેવા જાહેર સ્થવળો પર પણ વધુમાં વધુ નાગરિકોને રસી અપાવી કોરોના સામે રક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.