Dakshin Gujarat

બારડોલીના 22 કેન્દ્રો પરથી વેક્સિનેશનની શરૂઆત

બારડોલી: (Bardoli) રસીકરણ અભિયાન અંતર્ગત આજે બારડોલી શહેર અને તાલુકામાં પણ સ્થળ પર જ નોંધણી સાથે વોક ઇન વેક્સિનેશન (Vaccination) કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે બાબેનની પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી વેક્સિનેશન પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં સોમવારથી સ્થળ પર જ નોંધણી કરી વેક્સિન મૂકવાની શરૂઆત કરવામાં આવી હતી. સુરત જિલ્લાના બારડોલી નગર અને તાલુકામાં પણ વોક ઇન વેકસીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બારડોલી તાલુકાના બાબેન ગામે શરૂ થયેલ વેકસીનેસન કેન્દ્ર ન કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે મુલાકાત લીધી હતી. અને સમગ્ર પ્રક્રિયા ઝડપી બને અને વધુમાં વધુ લોકોને લાભ લેવા અપીલ કરાઈ હતી. બારડોલી શહેર અને તાલુકા સહિત કુલ 22 કેન્દ્રો પર રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું.

આજે યોગ દિવસની સાથે શરૂ થયેલ વોકઇન વેકસીનેસન અભિયાનમાં બારડોલીનું તંત્ર કામે લાગ્યું છે. બારડોલી નગર અને તાલુકામાં 45 વર્ષથી વધુ ઉંમરના 61 હજારથી વધુ વ્યક્તિઓનો ટાર્ગેટ મુકાયો છે. ત્યારે અત્યાર સુધીમાં 29 હજારથી વધુનું રસીકરણ કરી દેવાયુ છે. જ્યારે બાબેન ગામે 45 વર્ષથી ઉપરની વ્યક્તિઓમાં 100 ટકા કામગીરી કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વોક ઇન વેકસીનેસન અભિયાન હવે નગર અને તાલુકા માં 21 થી 30 તારીખ સુધી ચાલુ રહેનાર છે. અને જેમાં 18 થી 45 વર્ષ ની અંદરના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સુરત જિલ્લામાં ૧૫૦ સ્થળોએ વેક્સિનેશનના મહાઅભિયાનનો પ્રારંભ

વિશ્વ યોગ દિન નિમિત્તે કોવિડ વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા માટે રાજ્યવ્યાપી વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત વન, આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ઉચ્ચતર પ્રાથમિક શાળા અને તરસાડી સરદારસિંહ રાણા કોમ્યુનિટી હોલ ખાતેથી વેક્સિનેશન અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી વસાવાએ યોગદિનની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, કોરોના સામે વેક્સિન જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. નિષ્ણાતોએ કોરોનાના ત્રીજા વેવની સંભાવના વ્યકત કરી રહ્યા છે ત્યારે તેના પ્રતિકારરૂપે વધુમાં વધુ લોકો વેકસીન લે તે જરૂરી છે. પ્રથમ અને બીજી લહેરમાં રાજય સરકારે ઓકિસજન, બેડ, દવાઓ જેવા અનેક મોરચે મક્કમતાપૂર્વક કોરોનાનો સામનો કર્યો છે.

રાજય સરકારે સોમવારથી ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના યુવાનો માટે રજિસ્ટ્રેશન કરાવ્યા વિના ઓન ધ સ્પોટ વેકસીનેશનનો પ્રારંભ કર્યો છે જેનો મહત્તમ લાભ લેવાનો યુવાનોને અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક નાગરિકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે જિલ્લામાં વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારવામાં આવી છે. જેથી સૌ કોઈ યુવાનો, વડીલો કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વિના ગુજરાતને કોરોના મુકત બનાવવા સહભાગી બને તેવો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.
તરસાડી ખાતે આયોજીત રસીકરણ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો રસી લેવા આવી પહોચ્યા હતા. નોંધનીય છે કે, માંગરોળ તાલુકામાં ૧૭ સ્થળોએ વેકસીનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top