Vadodara

વડોદરા શહેરમાં 7124 લોકોએ રસીનો બૂસ્ટર ડોઝ મુકાવ્યો

વડોદરા: શહેરમાં પણ 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ તેમજ ફ્રન્ટલાઇન વર્કરને સોમવારથી રસીનો ત્રીજો ડોઝ મૂકવાની શરૂઆત કરવામાં આવી છે. શહેરમાં કુલ 7124 લોકોએ બૂસ્ટર ડોઝ લીધો હતો હતો.જેમાંથી 2328 હેલ્થ કેર વર્કર 471 ફ્રન્ટ લાઇન વર્કર અને 4325 60થી વધુ વયના વરિષ્ઠોએ રસી મુકાવી હતી. જેને પગલે સયાજી હોસ્પિટલના વેક્સીનેશન સેન્ટર ખાતે 50 ટકા નર્સિંસો અને 50 ટકા તબીબો જેમાં રેસિડેન્ટ ઇન્ટર્ન અને હેલ્થ વર્કરને વેક્સિનનો ત્રીજો ડોઝ આપ્યો હતો. સયાજી હોસ્પિટલમાં સોમવારે ફ્રન્ટલાઈન વોરિયર્સને 100 વેક્સિનના ડોઝ અપાયા હતા. કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિનનો ત્રીજો ડોઝ આપવાની કામગીરી હાથ ધરવાનો પ્રારંભ થયો છે. ત્યારે સયાજી હોસ્પિટલમાં અંદાજીત 100 વેક્સિનના ડોઝ આરોગ્ય કર્મીઓને અપાયા હતા. શહેરમાં કુલ 7124 લોકોએ બૂસ્ટર ડોઝ લીધો હતો હતો.જેમાંથી 2328 હેલ્થ કેર વર્કર 471 ફ્રન્ટ લાઇન વર્કર અને 4325 60થી વધુ વયના વરિષ્ઠોએ રસી મુકાવી હતી.

હોસ્પિટલના કોવિડ ઓબ્ઝર્વર ડો.ઓ.બી.બેલીમે જણાવ્યું હતું કે 10 જાન્યુઆરીથી વેક્સિનેશનનો જે પ્રિકોશન ડોઝની શરૂઆત થઈ ગઈ છે. હોસ્પિટલનું જે વેક્સિનેશન સેન્ટર છે.ત્યાં 100 પ્રિકોશન ડોઝ લોન્ચિંગ કરાયા હતા.બે કે ત્રણ કલાકમાં જ આ 100 ડોઝ આપ્યા હતા. જે પૂર્ણ કરી દેવાયા છે. હાલમાં એવી માહિતી છે કે 50 ટકા સિસ્ટર અને 50 ટકા ડોકટર,રેસિડેન્ટ, ઇન્ટર્ન ડોકટર અને બીજા હેલ્થકેર વર્ક્સને આ ડોઝ આપ્યો છે.જ્યારે ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે પણ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ હેડ ,પ્રો.હિતેશ રાઠોડે વેક્સિનનો ત્રીજો ડોઝ લઈ કોરોનાના બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરાવી હતી.જેમાં ગોત્રી હોસ્પિટલના તબીબો ,નર્સિંગ સ્ટાફ તથા પેરામેડિકલ સ્ટાફને કોરોનાનો બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો.જોકે મોટી સંખ્યામાં સિનિયર સિટીજનો ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં બુસ્ટર ડોઝ લેવા આવી પહોંચ્યા હતા.

Most Popular

To Top