લખીમપુર : ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખીમપુર ખીરીનો (Lakhimpur Khiri) એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દુધવા નેશનલ પાર્કનો (Dudhwa National Park) છે. દુધવા નેશનલ પાર્કમાં હાથીઓના (elephants) ટોળા પાસે ત્રણ લોકો સેલ્ફી લેતા હતા. તે સમયે હાથી ગુસ્સે ભરાયા હતા અને ત્રણ લોકો પાછળ દોડ્યા હતા.
હાથીઓના ટોળાને પાછળ દોડતા જોઈ લોકો ભાગ્યા હતા ત્યારે ત્રણ પૈકી એક વ્યક્તિ પડી ગયો હતો. જે પછી તે પાછો ઉભો થઈને દોડવા લાગ્યો હતો. હાથીઓના ટોળાને પોતાની તરફ આવતા જોઈ દૂર ઉભેલા લોકો જોર જોરથી બૂમાબૂમ કરવા લાગ્યા હાતા. આ બૂમાબૂમ સાંભળીને હાથીઓનું ટોળું ત્યાં અટકી ગયું હતુ. જે પછી હાથીઓનું ટોળું જંગલમાં પાછા ફરી ગયુ હતું. આ સમગ્ર ઘટનાનું દુર ઉભેલા એક રાહદારીએ વીડિયો રેકીદિંગ કરી લીધુ હતું. જે વીડિયો હાલ ખુબજ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો મને મારા ફિલ્ડ ડિરેક્ટરએ મોકલ્યો હતો : ટી. રંગા રાજુ
દુધવા નેશનલ પાર્કના ડેપ્યુટી ડાયરેક્ટર ટી. રંગા રાજુએ જણાવ્યું હતું કે આ વીડિયો મને મારા ફિલ્ડ ડિરેક્ટર લલિત વર્માએ મંગળવારે રાત્રે મોકલ્યો હતો. આ વીડિયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે, કે આ વીડિયોમાં હાથીઓનું ટોળું જેમની પાછળ દોડિ રહ્યું છે તે લોકો પગપાળા જઈ રહ્યા હતા કે પછી તે લોકો જાણી જોઈને હાથીઓના ટોળાની નજીક પહોંચ્યા હતા.
હાથીઓની સંખ્યા લગભગ 100ની આસપાસ હશે
તેમણે વધુ કહ્યું આ હાથીઓ ત્રણ ટોળામાં હતા. આ હાથીઓની સંખ્યા લગભગ 100ની આસપાસ હશે. હાથીઓના ટોળાની નજીક જવું એ જોખમી બની શકે છે. હાથી શાંતિપ્રિય પ્રાણી છે. પરંતુ જો કોઈ તેમના ટોળાની નજીક જાય તો તે ડરનો અનુભવ કરે છે. જેના કારણે તે ટોળાની નજીક આવનાર પર હુમલો કરે છે.
આવુ પહેલીવાર નથી બન્યું
આવુ પહેલીવાર નથી બન્યું કે જ્યારે કોઈ પર્યટક ઉપર હાથીઓએ હુમલો કર્યો હોય. આ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ગાડીમાં સવાર પર્યટકો પર હાથીઓએ હુમલો કર્યો હતો અને તેમને દોડાવ્યા હતા.