National

ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાની તપાસ માટે નિષ્ણાંત સમિતિની રચના, 40 મજૂરો 48 કલાકથી ફસાયા

નવી દિલ્હી:ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશીમાં સિલ્ક્યારા-દંડલગાંવ ટનલનો એક ભાગ ધરાશાયી (Landslide) થતાં તેની અંદર 40 મજૂરો (Workers) ફસાયા છે. તેમને બચાવવા માટે રેસ્ક્યુ(Rescue) ઓપરેશન ચાલી રહ્યું છે. દરમિયાન સરકારે આ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. ઉત્તરાખંડ સરકારે મંગળવારે ટનલ અકસ્માતની તપાસ માટે છ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી છે.

આ સમિતિમાં ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણના નાયબ મહાનિદેશક દ્વારા નામાંકિત કરાયેલા અધિકારીઓ, વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી, દહેરાદૂનના ડિરેક્ટર દ્વારા નામાંકિત અધિકારીઓ, દહેરાદૂ
નના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિમોટ સેન્સિંગના ડિરેક્ટર દ્વારા નામાંકિત કરાયેલા અધિકારીઓ, ડિરેક્ટર દ્વારા નામાંકિત કરાયેલા અધિકારીઓનો સમાવેશ થાય છે.તેમજ જીઓલોજી એન્ડ માઈનિંગ ડિરેક્ટોરેટ., ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, દેહરાદૂનના ભૂ-વિજ્ઞાની, ઉત્તરાખંડ લેન્ડસ્લાઈડ મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર, દેહરાદૂનના વરિષ્ઠ ભૂ-વિજ્ઞાનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અકસ્માત દિવાળીના દિવસે રવિવારે થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આ ઘટનાની દરેક ક્ષણ માહિતી લઈ રહ્યા છે. પીએમ મોદીએ પણ સીએમ પાસેથી દુર્ઘટના વિશે માહિતી લીધી છે અને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રી ધામી પોતે સોમવારે સવારે સિલ્ક્યારા પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને અધિકારીઓને બચાવ અને રાહત કામગીરી પર સતત દેખરેખ રાખવા અને કોઈપણ પ્રકારની બેદરકારી ન કરવા જણાવ્યું હતું.

આ દુર્ઘટના અંગે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવ રણજીત કુમાર સિન્હાએ કહ્યું હતું કે દબાણને કારણે ભાગ તૂટી પડ્યો છે, અમારી પ્રાથમિકતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની છે. અમે અંદર ફસાયેલા લોકોને ખોરાક, પાણી અને ઓક્સિજન આપી રહ્યા છીએ. બુધવાર સુધીમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. ટનલની અંદર ફસાયેલા લોકો સાથે વાતચીત થઈ છે. તેમણે કહ્યું છે કે તેઓ સુરક્ષિત છે અને અંદર કાટમાળની સ્થિતિ વિશે માહિતી આપી છે. દહેરાદૂનથી ટેક્નિકલ ટીમ પણ આવી છે.

Most Popular

To Top