National

ઉત્તરાખંડ: દેહરાદૂનના વિકાસનગરમાં બસ ખીણમાં ખાબકી, એકજ ગામના 13 લોકોના મોત

દેહરાદુન: ઉત્તરખંડમાં (Uttarakhand) આજે સવારે મોટી દૂર્ઘટના ઘટી છે. તે દેહરાદૂન (Dehradun)ના વિકાસનગરની પાસે બુલ્હાડ બાયલા રોડ પર એક બસ ખીણમાં (Bus Accident) ખાબકી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોત થઇ ગયા છે. કેટલાય લોકો હજુ ગંભીર સ્થિતિમાં છે, જેમને હોસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ચકરાતાના એસડીએમે જણાવ્યું કે દુર્ઘટના બાદ પોલીસ અને SDRFની ટીમો રવાના થઇ ગઇ છે. મોડે સુધી રેસ્ક્યૂનુ (Rescue) કામ આસપાસના ગામલોકો દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લાના વિકાસનગરમાં એક ભીષણ અકસ્માત થયો છે. જેમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા તથા અનેક લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બુલ્હાડ બાયલા રોડ પર થયો. મળતી માહિતી મુજબ એક વાહન બેકાબૂ થઈને ખીણમાં ખાબક્યું હતું. અકસ્માત બાદ ચકરાતા એસડીએમ, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ખીણમાંથી લોકોને કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તમામ મૃતકો એક જ ગામના રહીશ હોવાનું કહેવાય છે. 

આ અકસ્માત ચકરાતા તહેસીલના બાયલા ગામ પાસે થયો. મળતી માહિતી મુજબ તમામ મૃતકો એક જ ગામના હોવાનું કહેવાય છે. એસડીએમ ચકરાતા પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આસપાસના ગ્રામીણો દ્વારા રાહત અને બચાવ કાર્ય કરાયું હતું. પોલીસ અધિકારીએ જાણકારી આપી છે કે દૂર્ઘટનાની પાછળ ઓવરલોડિંગ એક કારણ હોઇ શકે છે. બસ નાની હતી, જેમાં 25 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે જે રૂટ પરથી આ બસ નીકળી રહી હતી ત્યાં વધુ બસ ચાલતી નથી. એટલા માટે આટલી મોટી સંખ્યામાં લોકો એકજ બસમાં સવાર થયા હતા.

અકસ્માતન બાબતે નજીકના ગામમાં સમાચાર મળતા જ ગ્રામજનોએ ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને બસમાંથી બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે અકસ્માત સ્થળ છેવાડાનો વિસ્તાર હોવાથી રાહત અને બચાવ કાર્યમાં સમય લાગી રહ્યો છે. તેમનં મુશ્કેલીઓ પણ પડી રહી છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચકરાતાના બુલ્હાડ-બાયલા માર્ગ પર વાહન દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઈશ્વરને મૃતકોના આત્માને શાંતિ અને પરિજનોને દુ:ખ સહન કરવાની શક્તિ પ્રદાન કરવાની પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસનને ઝડપથી રાહત બચાવ કાર્ય કરવાના અને ઘાયલોને તત્કાળ ઉપચાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે.

Most Popular

To Top