National

ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીનો સંકેત: ચાર ધામ યાત્રામાં માત્ર હિંદુઓ જ જઈ શકશે

દેહરાદૂન: ચારધામ યાત્રામાં બિન-હિન્દુઓના (Non-Hindus) પ્રવેશ પર પ્રતિબંધનો મુદ્દો જોર પકડી રહ્યો છે. મળતી માહિતી મુજબ સાધ્વી પ્રાચી બાદ હવે શંકરાચાર્ય પરિષદે પણ આ માંગ ઉઠાવી છે. જે બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી (Uttarakhand’s CM) પુષ્કર સિંહ ધામીએ મંગળવારે કહ્યું કે ચાર ધામ યાત્રામાં (Char dham yatra) આવનારા લોકોની પહેલા ચકાસણી (Checking) કરવામાં આવશે. ચાર ધામ વિસ્તારમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સંતોની માગણી બાદ ધામીનું નિવેદન આવ્યું છે. ત્યારે ધામી સરકારે કહ્યું કે સરકાર તેના પર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

સીએમ પુષ્કર સિંહ ધામીની મોટી જાહેરાત
ઉત્તરાખંડમાં આવતા મહિનાથી ચાર ધામ યાત્રા શરૂ થશે. આ પહેલા સીએમ પુષ્કર સિંહ ધામીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ચાર ધામ યાત્રામાં આવનારા શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવશે. પ્રવાસ પર જતા પહેલા લોકોની ચકાસણી અને વેરિફિકેશન કરવામાં આવશે. જો કે મુખ્યમંત્રીએ કોઈ ચોક્કસ ધર્મના લોકોના વેરિફિકેશન અંગે કંઈ કહ્યું ન હતું. તેમણે કહ્યું કે ચાર ધામ યાત્રાને લઈને કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ. જેથી યુપી, દિલ્હી અને અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓની ચકાસણી કરવામાં આવશે.

ધામીએ વધુમાં કહ્યું કે ઉત્તરાખંડ રાજ્ય શાંત રહેવું જોઈએ, રાજ્યની ધાર્મિક સંસ્કૃતિને સાચવવી જોઈએ. તે અંગે સરકાર તેના સ્તરે આગળ વધશે. અમે કોશિશ કરીશું કે જે લોકોનું અહીં યોગ્ય વેરિફિકેશન નથી, તેમનું વેરિફિકેશન કરવામાં આવે અને એવી કોઈ વ્યક્તિ ચાર ધામની અંદર ન આવે, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થાય.

સાધ્વી પ્રાચીએ માંગ ઉઠાવી હતી
સાધ્વી પ્રાચી સહિત અનેક સંતોએ એવી માંગ કરી હતી કે ચાર ધામ યાત્રામાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. સંતો કહે છે કે કોઈ પણ હિંદુને બીજાના મંદિરોની મુલાકાત લેવાની છૂટ નથી, પરંતુ હિંદુઓના ધાર્મિક સ્થળોની મુલાકાત અન્ય ધર્મના લોકો લે છે. શંકરાચાર્ય પરિષદે પણ સંતોની માંગને ટેકો આપતાં આ જ માંગનો પુનરોચ્ચાર કર્યો હતો. તેઓએ ઉત્તરાખંડની સરકાર અને પ્રશાસનને અપીલ કરી રહી છે કે ચારધામ યાત્રામાં હિંદુ સિવાય અન્ય કોઈ ધર્મને મંજૂરી ન આપવી જોઈએ. જાણકારી માટે જણાવી દઈએ કે ચારધામની યાત્રા 3 મે 2022થી શરૂ થવા જઈ રહી છે. આ માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.

Most Popular

To Top