ઉત્તરકાશી: ઉત્તરાખંડમાં (UttaraKhand) હવામાન (Weather) બદલાયું છે. પહાડો (Mountains) પર હિમવર્ષા (Snow Rain) શરૂ થઈ ગઈ છે. નહેરુ પર્વતારોહણ સંસ્થા ની એક ટીમ દલ દ્રોપદીના ડાંડામાં થયેલા હિમસ્ખલનમાં ફસાઈ છે. અંદાજે 29 ટ્રેકર્સ ગ્લેશિયર વચ્ચે પડેલી તિરાડ (glacier crevasse)માં ફસાયા છે. આ ઘટના પછી રેસ્ક્યૂ ઓપરેશન માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાતચીત કરી સેનાની મદદ માંગી છે.
નેહરુ પર્વતારોહણ સંસ્થાનના આચાર્ય કર્નલ બિષ્ટે જણાવ્યું કે હિમપ્રપાતમાં ફસાયેલા 28 લોકોમાંથી 10ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જોકે 18 લોકો હજુ પણ ગુમ છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને સેનાનું બચાવ અભિયાન ચાલી રહ્યું છે. ભારતીય વાયુસેનાએ ફસાયેલા ટ્રેકર્સને બચાવવા માટે 2 ચિતા હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.
આ અગાઉ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને કહ્યું કે, “દ્રૌપદીના દાંડા-2 પર્વતના શિખર પર હિમપ્રપાતમાં ફસાયેલા તાલીમાર્થીઓને બચાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર, NDRF, SDRF, આર્મી અને ITBPની સાથે NIMની ટીમ દ્વારા સઘન બચાવ કરવામાં આવ્યો. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પહેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘રક્ષા મંત્રી રાજનાથ સિંહ જી સાથે વાત કરીને તેમને બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે સેનાની મદદ લેવા વિનંતી કરી હતી, જેના માટે તેમણે કેન્દ્ર સરકાર તરફથી અમને તમામ શક્ય મદદ કરી છે. આ માટે ખાતરી આપવામાં આવી છે કે દરેકને સુરક્ષિત રાખવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.’
પર્વતારોહણ અભિયાનમાં 33 તાલીમાર્થીઓ અને 7 ટ્રેનર્સ સહિત 40 લોકો સામેલ હતા. અત્યાર સુધીમાં 3 તાલીમાર્થીઓ અને 7 ટ્રેનર્સ સહિત 10ને બચાવી લેવામાં આવ્યા છે. સેનાએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાહત અને બચાવ કાર્ય માટે વાયુસેનાએ તેના બે ચિતા હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. વાયુસેનાનું કહેવું છે કે અમે બચાવ અભિયાન શરૂ કરી દીધું છે, કેટલાક હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય મોડમાં રાખવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં કેટલાક પર્વતારોહકોના મોતના સમાચાર પણ છે. તેમના નિધન પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતે શોક વ્યક્ત કર્યો છે. રાજનાથ સિંહે ટ્વિટર પર કહ્યું કે, “ઉત્તરકાશીમાં નેહરુ પર્વતારોહણ સંસ્થા દ્વારા કરવામાં આવેલા પર્વતારોહણ અભિયાનમાં ભૂસ્ખલનને કારણે જાનહાનિ અને સંપત્તિના નુકસાનથી ખૂબ જ દુઃખી છું. તેમના પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.
તેમના આગામી ટ્વીટમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ‘મેં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે જાણ્યું. ફસાયેલા પર્વતારોહકોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. મેં એરફોર્સને બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો છે. દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના.