National

પૌત્રની સડેલી લાશ સાથે દાદીએ કાઢ્યા આટલા દિવસ- યુપીની ચોંકાવનારી ઘટના

બારાબંકીઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારાબંકીમાંથી (Barabanki) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક વૃદ્ધ મહિલા (old lady) લગભગ છેલ્લા 10 દિવસથી એક લાશ સાથે રહેતી હતી. આ લાશ અન્ય કોઈની નહીં પરંતુ તે મહિલાના પૌત્રની હતી. જે સંપૂર્ણપણે સડી ગઈ હતી. આ લાશને જંતુઓ ખાઈ રહ્યા હતા. આ લાશ સડી ગઈ હતી જેના લીધે તે લાશમાંથી દુર્ગંધ ફેલાવા લાગી હતી. લોકોને દુર્ગંધ આવતાં ત્યાંના સ્થાનીકોએ પોલીસને (Police) જાણ કરી હતી. આ સમગ્ર મામલો બારાબંકીના નગર કોતવાલી વિસ્તારમાં આવેલ મોહરીપુરવા વિસ્તારનો છે.

વિસ્તારના સ્થાનીકોએ પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. પોલીસે વૃદ્ધ મહિલા પાસે રહેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સાથે પોલીસે તેના પરિવારજનોને જાણ પણ કરી હતી. પોલીસે આ વૃદ્ધ મહિલાની સારવાર માટેની પણ વ્યવસ્થા કરી રહી છે. પોલીસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે વૃદ્ધ મહિલા માનસિક રોગી છે. તે મહિલાને મરેલા લોકો સાથે રહેવાની ટેવ છે. તે વૃદ્ધ મહિલા પાસે જે મૃતદેહ હતો તે યુવક 20 વર્ષનો હતો. જે યુવક અન્ય કોઈ નહીં પરંતુ તે વૃદ્ધ મહિલાની દિકરીનો દિકરો હતો. એટલે કે તેના પૌત્રનો મૃતદેહ હતો. તે યુવકના માતા-પિતાનું મૃત્યું થયુ હતું જે કારણોસર તે યુવક છેલ્લા ઘણા સમયથી તેની દાદી સાથે રહેતો હતો.

મૃત્યુનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જાણી શકાશે
પોલીસે જણાવ્યું હતું મૃત્યુનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જાણી શકાશે. આ સમગ્ર મામલે મૃતક યુવકના સંબંધીઓને જાણ કરવામાં આવી છે. તેમનું નિવેદન લીધા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટના મામલે ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે તે લાશ લગભગ દસ દિવસ જૂની હોય તેવું લાગે છે. મૃતક યુવકની ઉંમર લગભગ 20 વર્ષની આસપાસ હશે. આ વૃદ્ધ મહિલા કેવા સંજોગોમાં અહીં તેના પૌત્ર સાથે અહીં રહેતી હતી. તેની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે પોલીસને તપાસ દરમિયાન આ વૃદ્ધ મહિલાના બીજા લગ્નની પણ વાત સામે આવી હતી. પોલીસ વધુ માહિતી તે મહિલાના સંબંધીઓ પાસેથી એકઠી કરી રહી છે. તેમનું નિવેદન લીધા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top