National

બદાયું કાંડઃ મુખ્ય આરોપી પર 50,000નું ઇનામ, NSA લાગશે

લખનઉ (Lucknow): સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) ઉત્તરપ્રદેશના બદાયુમાં એક મહિલા પર ગેંગરેપ કર્યા બાદ તેની હત્યાના કેસમાં મુખ્ય આરોપીને પકડવા માટે STFને (Special Task Force) આદેશ આપ્યો છે. હવે આ કેસમાં ભાગી છૂટેલા મુખ્ય આરોપી-મંદિરના પૂજારીને જિલ્લા પોલીસની અને STFની ટીમ એક સાથે મળીને શોધશે. સીએમ યોગી આદિત્યનાથે આરોપીઓ સામે NSA (National Security Act-NSA) અંતર્ગત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ કેસમાં મુખ્ય આરોપી ઉપર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરાયું છે. મુખ્ય આરોપી મહંત સત્યનારાયણ ફરાર છે. તેની શોધખોળ પોલીસની 4 ટીમો કરી રહી છે. કહેવાયુ છે આ કેસની સુનાવણી ઝડપી ટ્રેક કોર્ટમાં (Fast Track Court) ચાલશે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બદાયુમાં નિર્ભયા કાંડ જેવી જ એક ઘટના સામે આવી છે. અહીં એક આંગણવાડી સહાયકની ગેંગરેપ (Gang rape) પછી હત્યા કરી દેવામાં આવી છે. મહિલાની ઉંમર 50 વર્ષ હતી. પોસ્ટમોર્ટમમાં (postmortem) મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડના સળિયા જેવી કોઈ ભારે વસ્તુ પણ નાખવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. ડાબો હાથ, ડાબો પગ, ડાબી સાઈડના ફેફસાં ઉપર પણ વજનદાર વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા જોવા મળી છે. ઘટના ઉત્તરપ્રદેશના ઉધૈતી પોલીસ સ્ટેશનના એક વિસ્તારની છે. મહિલાના દીકરાએ કહ્યુ કે, મહિલા રોજની જેમ રવિવારે સાંજે 5 વાગે પણ નજીકના ગામમાં મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. અહીં મંદિરના પુજારી, તેના એક શિષ્ય અને ડ્રાઈવરે મહિલા સાથે દુષ્કર્મ કર્યું. ત્યારપછી મહિલાની હત્યા કરી દેવામાં આવી. મોડી રાતે 11.30 વાગે પુજારી જીપમાં આવ્યો અને દરવાજામાં મહિલાની લાશ નાખીને જતો રહ્યો.

પોલીસે સામુહિક બળાત્કાર, હત્યાનો ગુનો નોંધી ત્રણ લોકોના નામ લીધા છે. આ મામલે કાર્યવાહી માટે પોલીસ દ્વારા ચાર ટીમો બનાવવામાં આવી છે. ઉધૈતીના સ્ટેશન પ્રભારી રાઘવેન્દ્રને આ કેસમાં બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મુખ્ય આરોપી મહંત સત્યનારાયણની શોધ કરી રહી છે.

મળતી માહિતી મુજબ મહિલા રવિવારે સાંજે 6 વાગ્યે પૂજા કરવા ગઈ હતી. તે 2-3 કલાક પછી પરત ન ફરતાં પરિવાર પોલીસ સ્ટેશન ગયો હતો. પરંતુ રાત્રે 11 વાગ્યા સુધી પોલીસે તેમને ગણકાર્યા નહોતા. પરિવારનું કહેવું છે કે આરોપીઓએ ઘર આંગણે મહિલાનું શબ ફેંકી ફરાર થઇ ગયા હતા.પરિવારજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસે સવારે આ મામલે તપાસ કરવાનું કહ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top