Charchapatra

દાદર નો ઉપયોગ ચડવા ઉતરવા માટે કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તથા તેનાથી આયુષ્ય પણ વધે છે

અમેરિકામાં દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ બેઠાડા જીવનનો ભોગ બને છે. અહીં કામના ભારણ ને કારણે, એક જ જગ્યાએ વધારે સમય બેસી રહેવાથી , કૌટુંબિક જવાબદારીઓને કારણે , વધારે પડતા એસ્કેલેટર / લિફ્ટ નો ઉપયોગ કરવાથી  શરીર માટે કસરત કરવાનો સમય ઓછો મળે છે અને તેઓ બેઠાડા જીવનનો ભોગ બને છે. બેઠાડા જીવનને કારણે હૃદય રોગ ,ડાયાબિટીસ , સ્થૂળતા તથા ડિપ્રેશન થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. જેના કારણે મૃત્યુની પણ શક્યતા વધી જાય છે. ડોક્ટર પેડોક અને એની ટીમે લગભગ ૪૮૦૪૭૯ લોકો ઉપર ૯ જેટલા જુદા જુદા અભ્યાસ કર્યા હતા .

જેમાં ૩૫ થી ૮૪ વર્ષના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા તથા જેમાં સ્વસ્થ લોકો પણ એમાં સામેલ હતા તથા જે લોકોને હૃદય રોગની બીમારી હતી તેઓનો પણ અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ લોકો થોડા સમય માટે કે લાંબા સમય માટે દાદર નો ચડવા તથા ઉતરવા માટે ઉપયોગ કરતા હતા. અભ્યાસને અંતે એવું જાણવા મળ્યું કે જે લોકોએ નિયમિત રીતે થોડા કે વધારે દાદર ચડ ઉતર કર્યા હતા તેમાં  મૃત્યુ પામવાની શક્યતા  ૨૪ % ઓછી થઈ ગઈ હતી તથા ૩૯ % લોકોને હૃદય રોગથી મૃત્યુ થવાની શક્યતા ઓછી થઈ ગઈ હતી તથા હૃદય રોગ , સ્ટ્રોક કે હૃદયનું બંધ થઈ જવું એ બધી શક્યતા પણ ઓછી થઈ ગઈ હતી.

માટે દરેક વ્યક્તિએ દાદર નો ઉપયોગ કરવાની ખૂબ જ જરૂરિયાત છે . નિયમિત રીતે જેટલા  થોડા કે વધારે દાદર ચડશો એટલો વધારે ફાયદો થશે. જે લોકોનું વજન વધારે હોય કે ઘૂંટણના દુખાવાની તકલીફ હોય અથવા અન્ય કોઈ બિમારી હોય તેઓએ ડોક્ટરની સલાહ મુજબ દાદરનો ઉપયોગ કરવો હિતાવહ છે. યુરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજી ,૨૦૨૪માં આ પેપર રજૂ કરવામાં આવ્યું હતું.
અમેરિકા   – ડૉ ચંદ્રેશ જરદોશ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top