મોદી અને તેમની સરકારના ગેરવાજબી અને ખોટા પગલાનો વિરોધ અવશ્ય થઇ શકે, પણ વિરોધ કરતી વેળાએ દિમાગ તો ચલાવવું જ પડે ને. ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લા દેશમાંથી શરણાર્થીઓ તરીકે આવતાં શીખો, હિન્દુઓ, ખ્રિસ્તીઓ, બૌધ્ધો જેવી ત્યાંની લઘુમતી પ્રજાને નાગરિકત્વ આપવાની જોગવાઇ કરતા નાગરિકતા સુધારા ધારાનો હજી પણ વિરોધ ચાલુ છે અને કહે છે કે, તેમાં મુસ્લિમોને કેમ બાકાત રાખ્યા? બધા જાણે છે કે, પાકિસ્તાન અને બાંગ્લા દેશની સરકારો અને પ્રજા કટ્ટરપંથી છે અને ધાર્મિક લઘુમતી પર અમાનુષી જુલ્મો ગુજારાય છે. મુસ્લિમો પાકિસ્તાન અને બાંગ્લાદેશમા. લઘુમતીમાં છે? આ બંનેય દેશોમાંથી ઘુસણખોરોનો ઘસારો ચાલુ જ રહે છે ત્યારે તેમને નિરાશ્રિત ગણી કાયદેસરનું નાગરિકત્વ આપી દેશને જોખમમાં મૂકયો છે? ગરીબ, લુખ્ખા – મવાલી અને લુચ્ચા, મુફલીસ આ દેશ પોતાના જાસૂસોને ભારતને નુકસાન કરે તે માટે તેમને કાયદેસરનું નૌતરું આપવાનું છે? ભારતે ઉદાર દેખાવા કટ્ટરવાદના કેન્સરને અપનાવવાનું? દિમાગ ચલાવો… (ખેર – મગજ ચાલે કે, નહીં?)
સુરત-સુનીલ રા. બર્મન-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.