નવી દિલ્હી, તા. 21 (PTI): અમેરિકાની પ્રાથમિકતા ભારત સાથેના વણસી રહેલા સંબંધોની સ્થિતિને ઉલટાવવાની હોવી જોઇએ એમ કહેતા રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ એના પર ભાર મૂક્યો હતો કે નવી દિલ્હીએ એક મૂલ્યવાન અને લોકશાહી ભાગીદાર તરીકે ગણવું જોઇએ.
આ ભારતીય-અમેરિકન નેતાની આ ટિપ્પણીઓ ધ ન્યૂઝવીક મેગેઝીનમાં બુધવારે ઓપિનિયન પીસમાં એના વચ્ચે આવી છે જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલસામાન પર ૫૦ ટકા વેરો લાદ્યો તેના પછી બંને દેશોના સંબંધોમાં તનાવ સર્જાયો છે. હેલીએ કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્રના ચીનને હરાવવા અને તાકાત દ્વારા શાંતિ પ્રાપ્ત કરવા માટેના વિદેશ નીતિના ધ્યેયો માટે અમેરિકા-ભારત સંબંધોને પાટા પર પાછા લાવવા વધુ મહત્વપૂર્ણ છે. આ માટે, તેણીએ કહ્યું, ભારતને એક મૂલ્યવાન મુક્ત અને લોકશાહી ભાગીદાર તરીકે ગણવું જોઈએ જે તે છે – અને ચીન જેવું હરીફ ગણવુ જોઇએ નહીં. જે ચીન અત્યાર સુધી મોસ્કોના સૌથી મોટા ગ્રાહકો પૈકી એક હોવા છતાં, તેની રશિયન તેલ ખરીદી માટેના પ્રતિબંધોથી બચી ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ભારતીય માલ પર ટેરિફ બમણા કરીને 50 ટકા કરી દીધા છે, જેમાં ભારત દ્વારા રશિયન ક્રૂડ તેલની ખરીદી માટે 25 ટકા વધારાની ડ્યુટીનો સમાવેશ થાય છે. હેલીએ કહ્યું કે વોશિંગ્ટનની સૌથી તાત્કાલિક પ્રાથમિકતા નવી દિલ્હી સાથે દ્વિપક્ષીય સંબંધોમાં નીચે તરફની ગતિને ઉલટાવી દેવાની હોવી જોઈએ. એશિયામાં ચીનના વર્ચસ્વનો પ્રતિકાર કરી શકે તેવા એકમાત્ર દેશ સાથે 25 વર્ષની ગતિને અવરોધવી એ એક વ્યૂહાત્મક આપત્તિ હશે એમ તેમણે કહ્યું હતું.