મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhyapradesh) સીધી જિલ્લામાં પેશાબ કાંડની (Urine scandal) ઘટનાનો ભોગ બનેલા પીડિતને મુખ્યમંત્રીના (CM) નિવાસસ્થાને બોલાવવામાં આવ્યો હતો. અહીં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પીડિતા સાથે મુલાકાત કરી અને તેનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ પીડિત સાથે વાત કરી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. શિવરાજે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું અને માફી પણ માંગી છે.
મધ્યપ્રદેશનાં સીધી જિસ્સામાં આદિવાસી દશમત રાવત પર એક ભાજપના કાર્યકર્તાએ નશામાં ધૂત હોય પેશાબ કર્યો હતો જેના પછી રાજકારણ ગરમાયું હતું. ત્યારે ગુરુવારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ પીડિત આદિવાસી દશમત રાવતને મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળ્યા હતા. અહીં શિવરાજે તેના પગ ધોયા, ચાંદલો કર્યો શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ ઘટના પર દુખ વ્યક્ત કરી માફી માંગી હતી.
સીએમ શિવરાજે પીડિત યુવકને ગણેશની પ્રતિમા પણ અર્પણ કરી હતી. શ્રીફળ અને કપડાં પણ આપ્યાં હતાં. સીએમએ પીડિતાને પૂછ્યું કે શું ઘરમાં કોઈ સમસ્યા છે. કંઈ થાય તો મને જણાવજો. શિવરાજે પૂછ્યું કે તમે શું કામ કરો છો? પીડિતાએ જણાવ્યું કે તે કુબેરીના બજારમાં પલ્લેદારીનું કામ કરે છે. CMએ પૂછ્યું કે બાળકો ભણે છે? તેમને શિષ્યવૃત્તિ મળે છે કે નહીં? કોઈ પણ તકલીફ હોય તો જણાવજો અને શક્ય તમામ મદદની ખાતરી સીએમે આપી હતી.
શિવરાજે ઘટનાનો ઉલ્લેખ કર્તા કહ્યું કે હું તે દિવસની ઘટનાથી ખૂબ જ દુઃખી છું, ઘટના અંગે હું માફી માંગુ છું. આ મારી ફરજ છે અને મારા માટે જનતા જ ભગવાન છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને શિવરાજે દશમતને નાસ્તો પણ કરાવ્યો હતો.
સીધા જિલ્લામાં પેશાબકાંડથી ભાજપ સરકાર મુશ્કેલીમાં છે. કોંગ્રેસ સતત આદિવાસી સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ શિવરાજ સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે ભાજપના શાસનમાં આદિવાસી ભાઈ-બહેનો પર અત્યાચાર વધી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ભાજપના એક નેતાના અમાનવીય ગુનાએ સમગ્ર માનવતાને શરમમાં મૂકી દીધી છે. આ છે ભાજપની આદિવાસીઓ અને દલિતો પ્રત્યેની નફરતનો ઘૃણાસ્પદ ચહેરો અને વાસ્તવિક ચરિત્ર રજૂ કરે છે.
શું છે મામલો?
ભાજપ નેતા પ્રવેશ શુક્લાનો દશમત રાવત પર પેશાબ કરવાનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી રાજ્યનું રાજકીય તાપમાન વધી ગયું છે. આ મામલાની તપાસ માટે ભાજપ અને કોંગ્રેસ બંનેએ તપાસ સમિતિઓની રચના કરી છે. સીધીના ધારાસભ્ય પંડિત કેદારનાથ શુક્લાના પૂર્વ ધારાસભ્ય પ્રતિનિધિ પ્રવેશ શુક્લાની મંગળવારે રાત્રે લગભગ 2 વાગ્યે એક આદિવાસી યુવક પર પેશાબ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ બુધવારે સીધા પેશાબની ઘટના પર કહ્યું કે આ કૃત્યને ખૂબ જ ઘૃણાસ્પદ અને નિંદનીય છે. કાયદો તેનું કામ કરી રહ્યો છે. આ ભાજપની સરકાર છે, કાયદાનું શાસન છે. આ ઘટનાનો વીડિયો સામે આવતાં જ મુખ્યમંત્રીના આદેશ પર NSAની કાર્યવાહી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેને રીવા જેલમાં રાખવામાં આવ્ો છે.