નવસારી ખાતે ખાસ ઉદ્યોગો નથી. ગ્રીડ ચાર રસ્તા પાસે GIDC હોવા છતાં ખાસ ઉદ્યોગો નથી. કાપડની મીલો પણ મહદઅંશે બંધ થઈ ગઈ છે. નવસારીની વસતિ ફાટફાટ થઈ રહી છે. રાજસ્થાન, કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રથી રોજીરોટી મેળવવા માણસો લગાતાર આવી રહ્યા છે. અહીં ઉદ્યોગો ઓછા હોવાથી બધાને રોજી રોટી ન મળે એ સ્વાભાવિક છે. આને કારણે ચોરી લૂંટના બનાવો બનવા લાગ્યા છે. એવા બનાવો વધવા લાગે એ સ્વાભાવિક છે. ગ્રીડથી બારડોલી તરફ થોડી મમરાની મીલો છે તથા હીરા ઉદ્યોગ થોડા પ્રમાણમાં ચાલે છે, પરંતુ ઘણી વ્યક્તિ ટ્રેઈનમાં સચીન GIDCમાં અને સુરત ધંધાર્થે જાય છે, પરંતુ નવસારી ખાતે મોટી ફેક્ટરી હોવી જરૂરી છે. જે ઘણાને રોજીરોટી આપી શકે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.