કાલોલ: કાલોલ ખાતે કચેરી રોડ પર આવેલી ઉર્દુ શાળા મા ચારસો ઉપરાંત બાળકો અભ્યાસ કરી રહ્યા છે તથા નજીકની ગુજરાતી શાળામાં પણ તેટલા બાળકો ભણે છે આ શાળાની સામે લોખંડ ભંગારના ધણા વેપારીઓ છે જેઓ પોતાની દુકાનનો સામાન સરેઆમ રોડ પર અને ઉર્દુ શાળાના પ્રવેશદ્વારની આસપાસ ગોઠવી દે છે
કોઈ જાગૃત નાગરિક રજૂઆત કરવા જાય તો માથાભારે અને રાજકીય વગ ધરાવતા આ દુકાનદારો હુમલો કરી દે છે. ઉર્દુ શાળા નું સમગ્ર પ્રવેશ દ્વાર પર આ ભંગારીયા કબજો જમાવી બેસે છે અને ધણી વાર રોડની વચ્ચે પણ પોતાનો સામાન ફેલાવી દેતાં ટ્રાફિક જામ ની સમસ્યા પણ ઉદભવે છે.
જેથી તંત્ર દ્વારા તાત્કાલિક આ ભંગારીયા વેપારીઓ ઉપર અંકુશ લાવવામાં આવે મને આ દબાણો કાયમી ધોરણે દૂર કરવામાં આવે તેવી રજૂઆત સલીમભાઈ યુસુફભાઈ ડેસરિયા તથા અન્ય ૨૦ જેટલા જાગૃત ઈસમો દ્વારા કલોલ નગરપાલિકા , ટીડીઓ, કાલોલ પી.એસ.આઇ, પ્રાંત અધિકારી ,કાલોલ મામલતદાર ને લેખિતમાં મોકલી આપી છે.