National

બીજા તબક્કાના મતદાન વચ્ચે બંગાળમાં હોબાળો, મેદિનીપુરમાં મળી BJP કાર્યકર્તાની લાશ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં (West Bengal) લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) બીજા તબક્કા માટે ત્રણ બેઠકો પર મતદાન તારીખ 25 એપ્રીલના રોજ સવારે 7 વાગ્યે શરૂ થયું હતું. ત્યારે બીજા તબક્કાની ચૂંટણી વચ્ચે પૂર્વ મેદિનીપુર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા હતા. અહીં ભાજપ કાર્યકર્તાની લાશ મળી આવી હતી. તેમજ ભાજપના કાર્યકરની લાશ આ હાલતમાં મળી આવતા બંગાળ ભાજપમાં (BJP) ખળભળાટ મચી ગયો હતો.

પ્રાોપ્ત વિગતો મુજબ બીજેપી કાર્યકરની ઓળખ દીનબંધુ માદ્યા તરીકે થઈ હતી. તે મોયના ગામના રહેવાસી હતા. પરિવારજનોનું કહેવું છે કે તેમની હત્યા કરવામાં આવી છે. તેમજ મૃતકના પરિવારે TMC કાર્યકર્તાઓ પર હત્યાનો આરોપ લગાડ્યો હતો. ઘટનાની જાણકારી પ્રાપ્ત થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ આગળની તપાસ હાથ ધરી હતી.

હત્યા પહેલા અપહરણનો દાવો
બીજેપી નેતાઓએ કહ્યું કે દીનબંધુની હત્યા પહેલા બુધવારે અપહરણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે અપહરણ બાદ ગુરુવારે મોડી રાત્રે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે તૃણમૂલે આ આરોપોને ફગાવી દીધા છે. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.

કઈ ત્રણ બેઠકો પર થઈ રહ્યું છે મતદાન?
રાજ્યની ત્રણ લોકસભા સીટો દાર્જિલિંગ, રાયગંજ અને બાલુરઘાટ પર બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે મોયનામાંથી એક બીજેપી કાર્યકરનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ પૂર્વ મેદિનીપુરમાં છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, પરંતુ તે પહેલા જ ભાજપના કાર્યકરની લાશ મળી આવતા મામલો ગરમાયો છે.

બીજી બાજુ TMC અને બીજેપી નેતા વચ્ચે હોબાળો
બીજા તબક્કાના મતદાન વચ્ચે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રમુખ બાલુરઘાટ, લોકસભાના ઉમેદવાર સુકાંત મજુમદાર અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતુ. મજમુદારે આરોપ લગાવ્યો હતો કે બાલુરઘાટના એક મતદાન કેન્દ્ર પર મોટી સંખ્યામાં ટીએમસી કાર્યકર્તાઓ હાજર હતા. તેમજ ત્યાં ટીએમસી કાર્યકર્તાઓએ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર મતદાન દરમિયાન TMC કાર્યકર્તાઓ અને પશ્ચિમ બંગાળ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર વચ્ચે ઝપાઝપી થઈ હતી. બીજેપી નેતા પર વળતો પ્રહાર કરતા TMCએ કહ્યું, “આજે સવારે બીજેપી-નિયંત્રિત કેન્દ્રીય દળોની ગુંડાગીરીનો પર્દાફાશ થતાંની સાથે જ તેમના ગુંડા-ઇન-ચીફે કવર અપ શરૂ કરી દીધુ છે.

Most Popular

To Top