SURAT

નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે?, ‘જનતાનો ગદ્દાર’, પોસ્ટર સાથે કોંગ્રેસનો હોબાળો

સુરત(Surat): સુરત લોકસભા બેઠક (Loksabha Seat) પર ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરિફ વિજેતા થયા હોય હવે ચૂંટણી (Election) થશે નહીં. સુરત લોકસભા બેઠકના 18 લાખ મતદારો મતદાનના અધિકારથી વંચિત થઈ ગયા છે. આ સમગ્ર ખેલમાં કોણે બેટિંગ કરી અને કોનો દાવ થઈ ગયો તે સૌ કોઈ જાણે છે. રાજકારણની (Politics) આ ગંદી રમતમાં લોકશાહીનું (Democracy) ખૂન થયું છે, ત્યારે હવે સુરત કોંગ્રેસે (Congress) પોતાના જ ઉમેદવારને ગદ્દાર (Traitor) કહી વિરોધ પ્રદર્શન (Protest) શરૂ કર્યું છે.

સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું (Nilesh Kumbhani) ફોર્મ રદ થયું હતું. કુંભાણીના ટેકેદારોએ સહી ખોટી હોવાની એફિડેવિટ કરી અને કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. આ આખોય ખેલ કુંભાણીનો જ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કુંભાણીએ પોતાના ટેકેદારો સામે મિલિભગતમાં પોતાનું ફોર્મ રદ્દ કરાવ્યું હતું.

પડદાં પાછળ કુંભાણી જ ખેલાડી હોવાનું કોંગ્રેસ પણ માની રહી છે. એટલે જ કુંભાણી સામે કોંગ્રેસના મોવડી મંડળથી લઈને નેતાઓ અને કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી હતી. ત્યારે આજે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જનતાનો ગદ્દાર અને લોકશાહીનો હત્યારો લખેલા બેનર સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરનારની પોલીસે અટકાયત કરી હતી.

વિરોધ પ્રદર્શન કરતી વખતે કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કહ્યું કે, જનતા સાથે દગો કરીને નિલેશ કુંભાણી ગોવા જતો રહ્યો છે. તેનો ફોન બે દિવસથી સ્વીચઓફ છે. સુરતની પ્રજા ત્રસ્ત છે ત્યારે કુંભાણી ગોવામાં જલસા કરે છે. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, કુંભાણીએ તેના સંબંધીઓ સાથે તે મળીને કોંગ્રેસ જ નહીં લોકશાહીની પણ હત્યા કરી છે.

સુરતના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ કહ્યું કે, સુરતમાં લોકશાહીની હત્યા થઈ છે. ભાજપનો ઉમેદવાર જીત્યો છે. પરંતુ કોંગ્રેસના નેતાએ જે મતદારો સાથે દ્રોહ કર્યો છે. તેને લોકો માફ નહીં કરે. કોંગ્રેસે વિશ્વાસ રાખીને ટીકિટ આપીને તેણે વિશ્વાસ ઘાત કર્યો છે. ત્યારે અમે જવાબ લેવા માટે ગદ્દારના ઘરે આવ્યાં છીએ.

નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે!
લોકસભા ચૂંટણીમાં ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે નિલેશ કુંભાણી આ અઠવાડિયે જ ભાજપમાં જોડાઈ શકે છે.

Most Popular

To Top