નવી દિલ્હી: NIAએ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જાણકારી અનુસાર NIAએ ઉત્તર પ્રદેશ (UP), મધ્યપ્રદેશ (MP), બિહાર (Bihar) ગોવા, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં 20 થી વધુ સ્થળો પર દરોડા (Raid) પાડ્યા છે. NIA દ્વારા આ કાર્યવાહી એવી માહિતી મળ્યા બાદ કરવામાં આવી છે કે PFI ફરી એકવાર રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓને અંજામ આપવા માટે પોતાનો આધાર મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે સાવચેતીના પગલે તમામ રાજયોમાં દરોડા પાડવામાં આવી રહ્યાં છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે હાલ NIAની ટીમ બિહારના મોતિહારી અને દરભંગામાં દરોડા પાડી રહી છે. NIAની ટીમે મોતિહારીના ચકિયા સબડિવિઝનના કુવા ગામમાં સજ્જાદ અંસારીના ઘરે સવારે દરોડા પાડવાની શરૂઆત કરી હતી. NIAએ સ્થાનિક પોલીસ સાથે મળીને દરોડા પાડ્યા હોવાની જાણકારી મળી આવી છે.
બીજી તરફ દરભંગા NIAની ટીમે દરભંગા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉર્દૂ બજારમાં સ્થિત ડેન્ટિસ્ટ ડૉ. સારિક રઝા અને સિંહવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના શંકરપુર ગામના રહેવાસી મો. મહેબૂબના ઘરે દરોડા પાડવાની કાર્યવાહી કરી રહી છે. NIAની આ કાર્યવાહી લગભગ સવારે 4 વાગ્યાથી ચાલી રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પીએફઆઈ સંસ્થાને લગતા કેસમાં દરોડા પાડ્યા છે. તેમજ યુપી, એમપી સહિત અન્ય રાજ્યોમાં પણ એનઆઈએના દરોડા ચાલુ છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગયા વર્ષે PFI પર પ્રતિબંધ મૂક્યા પછી સતત મોટાપાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે. સાથે જ પીએફઆઈના મોટા નેતાઓ અને સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી હતી. પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કેડર સામેની હાલની કાર્યવાહીમાં, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં 15 કરતા પણ વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલુ છે.