ઉત્તર પ્રદેશના (UP) ગાઝીપુરમાં (Gazipur) મુસાફરોથી ભરેલી બસ હાઈટેન્શન લાઈનને અડી જતા બસમાં (Bus) અચાનક આગ (Fire) લાગી હતી. આ ઘટના બાદ પાંચ મૃતદેહો મળ્યાના સમાચાર છે. સંપૂર્ણ બસ આગની લપેટમાં આવી ગઈ હતી જેથી ઘણા મુસાફરોના મોતની આશંકા છે. ગાઝીપુરના મરદાહમાં એચટી લાઇનના સંપર્કમાં આવ્યા બાદ બસને અકસ્માત નડ્યો હતો. આ બસમાં 20 લોકો ફસાયા હોવાની આશંકા છે. બસ મઢથી લગ્નના કાર્યક્રમમાં જઈ રહી હતી.
ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે. ઘણા લોકો દાઝી ગયા છે. દરેકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. અકસ્માતનો ભોગ બનેલી બસ લગ્નના મહેમાનોથી ભરેલી હોવાનું કહેવાય છે. બસમાં લગ્નના કુલ 38 મહેમાનો મુસાફરી કરી રહ્યા હતા. માહિતી મળ્યા બાદ મોબાઈલ ફોરેન્સિક ટીમ પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
મરદહ પોલીસ સ્ટેશનના 400 મીટર નજીક એચટી વાયરના સંપર્કમાં આવ્યા બાદ બસમાં આગ લાગી હતી. રોષે ભરાયેલા લોકોએ સ્થળ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અહીંના એસપીએ જણાવ્યું કે વાહન જિલ્લા બહારનું છે. આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરાશે. કેટલા લોકોના મોત થયા છે તે અત્યારે કહેવું મુશ્કેલ છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝીપુર દુર્ઘટનાની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને દાઝી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો.