આપણા દેશના અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા, ઇંગ્લાડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા તથા રશિયા બાજુ ગમન કરે છે. આ સિલસિલો ઘણા સમયથી ચાલુ છે. આજ સુધી આવા દેશોમાં આપણા ભારતીય વિદ્યાર્થીઓ સહિસલામત રીતે અભ્યાસ કરતા રહેતા હતા. અને ત્યાં નોકરીએ પણ લાગી જતા હતા. વર્તમાને અમેરિકા, કેનેડા, ઇંગ્લાડ તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આપણા વિદ્યાર્થીઓના અપમૃત્યુ થતા રહે છે. વિદેશોમાં મરણ પામત આપણા યુવાન વિદ્યાર્થીઓના અહિના વાલીઓ ખૂબ જ ચિંતા અનુભવે છે.
ત્યાં જે વિદ્યાર્થીઓને મારી નાંખવામાં આવે છે. એમના ખૂનીઓને ત્યાંની સરકાર પકડી શકતી નથી. ખૂન કેમ કરવામાં આવે છે, એના કોઇ કારણો પણ મળતાં નથી. મૃત્યુ પામનાર વિદ્યાર્થીની લાશ રોડની ધારે કે પૂલ નીચે કે તળાવને કિનારેથી મળી આવે છે. મૃત્યુ પામનાર વિદ્યાર્થીના અપમૃત્યુ વિશે બીજી કશી જ માહિતી ત્યાંની સરકારો આપતી નથી. કેનેડા જેવા દેશમાં ગયેલા વિદ્યાર્થીઓનાં મર્ડરમાં હમણાં ઘણો ઉછાળો આવ્યો છે. ત્યાંનો વડોપ્રધાન ભારત સાથે સારા સંબંધો રાખવા રાજી નથી.
કેનેડામાં ખાલિસ્તાનવાદીઓનું જોર છે. સત્તા ટકાવી રાખવા ત્યાંના સત્તાધિશો, ખાલિસ્તાનવાદીઓને ખોટા ચગાવતા હોય છે. ત્યાંના ભારતીય વિદ્યાર્થીઓ આવા લોકોથી કરે છે. ટૂંકમાં વિદેશોની સરકારો આપણા વિદ્યાર્થીઓને જોઇતી સલામતી આપતી નથી. અને ખૂનીઓને કોઇ ધડો લેવી સજાઓ પણ કરતી નથી. ભારત સરકારે, આ બાબતે વિદેશોમાં રહેતા આપણા વિદ્યાર્થીઓની સલામતીને કોઇપણ ભોગે સુનિચ્ચિત કરવી જોઇએ.
સુરત – બાબુભાઈ નાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.