Madhya Gujarat

ચરોતરમાં કમોસમી વરસાદ : 5 દિ’ વાદળાં રહેશે

આણંદ : ચરોતરમાં મંગળવારના મોડી સાંજથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના પગલે જિલ્લાના અમુક વિસ્તારમાં મોડી રાત્રે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યાં હતાં. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટબ્નર્સ યોજાતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે ઠંડીમાં આશંકી રાહત જોવા મળી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં મંગળવારની મોડી રાત્રિના વાતાવરણ પલટાયું હતું. તેજ પવન સાથે અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો. જેના પગલે ઠંડીમાં આશંકી રાહત જોવા મળી હતી. જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં એક કે બે ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.

આ અંગે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર સર્જાતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું હતુ. જેના કારણે ચરોતરમાં ઉતર તરફના પવનના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. આ ઉપરાંત જિલ્લામાં વધુ પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. મંગળવારના રોજ જિલ્લામાં 0.4 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. જિલ્લામાંથી વાદળછાયું વાતાવરણ હટતા ઠંડીમાં મહદઅંશે વધારો જોવા મળશે. જિલ્લામાં બુધવારના રોજ મહત્તમ તાપમાન 31 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી, હવાની ગતિ 9 પ્રતિકિલો મીટર રહ્યો હતો.

હવાની ઝડપમાં વધારો હોવાથી વાતાવરણમાં થોડી ઠંડક જોવા મળી હતી. આમ જિલ્લાના વિસ્તારોમાં સાંજ પડતાની સાથે ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઇ જાય છે બીજી તરફ વહેલી સવારે તથા રાત્રીના સમયે કેટલાક તાપણાનો સહારો લઇ રહ્યા છે નોંધનીય છેકે, છેલ્લા બે દિવસથી જીલ્લામાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ પારો ઘટવાની સાથે પ્રજાએ ચમકારો અનુભવ્યો છે જ્યારે હજૂ આગામી દિવસોમાં ક્રમશ ઠંડીમાં વધારો થશે.

Most Popular

To Top