Charchapatra

જવાનો પોતે જ અસુરક્ષિત?

તાજેતરમાં કશ્મીરના અનંતનાગ વિસ્તારમાં આતંકવાદીઓ ઘુસ્યાની બાતમી મળતા ભારતીય સુરક્ષા બળોએ જેતે વિસ્તારમાં ઘેરો ઘાલ્યો. સામ-સામે હેવી ફાયરીંગ થયું. ભારતીય સુરક્ષા દળના કર્નલ મેજર સહીતના 5થી 6 અધિકારીઓ જોત જોતામાં શહીદ થઈ ગયા. આ વણ જોઈતા મૃત્યુનું કારણ એ સામે આવ્યું કે સરકારે આતંકવાદ સામે લજતા આ ફ્રન્ટ લાઈન જવાનોને બુલેટપ્રૂફ જેકેટો જ આપ્યા નહોતા! આવી ઘોર લાપરવાહી શાને? આવી જ ખતરનાક ભુલ 14-2-2019માં પુલવામાં હુમલા હુમલા વખતે સામે આવેલી અને રાજ્યપાલના લેખિત સૂચનો છતા સુરક્ષા દળોની હેરફેર વિમાન માર્ગે કરવાને બદલે મોદી સરકાર દળોની હેરફેર હાઈવે માર્ગે કરાવવામાં અડી હતી. આપણાં 40 જવાનો વિના વિના કારણે મરાયા હતા. સુરક્ષા બળોની જરૂરતો પુરી કરવામાં મોટી મોટી ડીંગ મારનાર મોદીજી ધરાર લાપરવાહી દાખવી રહ્યા છે. અનંતનાગમાં જે જવાનો શહીદ થયા એમને જો 2 લાખની કીંમતના બુલેટપ્રૂફ જેકેટો પુરા પાડ્યા હોત તો આ જાનહાની નિવારી શકાય હોત! આજ મોદીજીએ પોતાની સુરક્ષા માટે 8500/- કરોડનું સ્પે. વિમાન અમેરિકાથી ઉભા ઉભા ખરીધ્યું છે. જ્યારે જવાનોની હેરફેર વિમાનથી કરવાને બદલે મોદીજી રો માર્ગે મોકલવાની અડોડાઈ કરી ના હોત તો એ જાનહાની ટળી જાત! સરકાર પાસે જવાનોની સુરક્ષાની બાબત અગ્રીમ હોવી જરૂરી છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ગણેશોત્સવનું વેપારીકરણ ન કરો
હિન્દુ-સંસ્કૃતિમાં ગણેશોત્સવ, નવરાત્રી, દિવાળી, હોળી-ધુળેટી જેવા તહેવારોનું વિશેષ મહત્વ છે અને લોકો પણ તહેવારો રંગેચંગે ઉજવતા હોય છે. જે શ્રધ્ધાનો વિષય છે. હાલ જે ગણેશોત્સવ ચાલી રહ્યો છે તેની શરૂઆત લોકમાન્ય બાળ ગંગાધર તિલકે સન 1893માં કરી હતી અને આઝાદીની ચળવળ માટે લોક જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો અને રાષ્ટ્ર ભાવના જગાડી હતી. આમ ગણેશોત્સવ મૂળ મહારાષ્ટ્રનો તહેવાર છે ત્યાર પછી દેશભરમાં શરૂ થયો. નાની મોટી શ્રીજીની મૂર્તિઓની સ્થાપના કરી ભાવપૂર્વક ઉજવણી થાય તેની સામે વાંધો નથી. પરંતુ આજના યુવાનો ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી હોય ત્યાં મોટા અવાજે લાઉડ સ્પીકર, ડી.જે. વગાડતા હોય છે. તે ખરેખર બિમાર દર્દીઓ માટે ત્રાસરૂપ હોય છે. ઉપરાંત ઘણા ગણેશોતસ્વના આયોજકો શ્રીજી નામે રસીદ છપાવીને ઇનામી ડ્રો કાઢતા હોય છે. ઠીક છે. લોકો પણ ગણેશજીના નામેપૈસા આપી દેતા હોય છે. તેનો દુરૂપયોગ ન કરો, ઉત્સવની ઉજવણી સામે કોઇ વાંધો ન હોય શકે, પરંતુગણેશજીના નામે વેપારીકરણ ન કરો. ગણેશોત્સવની 10 દિવસની ઉજવણી પછી હવે નદીમાં મૂર્તિ વિસર્જનપર પ્રતિબંધ છે. આથી કૃત્રિમ તળાવોમાં વિસર્જન થાય છે. તળાવનું પાણી સુકાયજાય પછી શ્રીજીની અનેક મૂર્તિઓ ખંડિત હાલતમાં રઝળતી હોય છે. આવી અવદશા પણ કૃત્રિમ જ છે. ભગવાને માનવનું સર્જન કર્યું તે માનવ વિસર્જન શું કરવાનો? દુષણોનો અતિરેક ન કરો તેજ સાચી ભકિત છે.
તરસાડા  – પ્રવીણસિંહ મહીડા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top