ઉત્તર પ્રદેશના (UP) ઉન્નાવના (Unnav) અનોહા પોલીસ સ્ટેશન (Police) વિસ્તારના બાબુરાહ ગામમાં ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં બે સગીર યુવતીના મૃતદેહ મળતાં હોબાળો મચી ગયો છે. ખરેખર, ત્રણ સગીર છોકરીઓ ચારો લેવા ખેતરમાં ગઈ હતી. કોઈએ યુવતીના કાકાને જાણ કરી કે ત્રણેય છોકરીઓ મેદાનમાં પડી છે. ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બેને તબીબો દ્વારા મૃત જાહેર કરાઇ હતી. જેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા છે. અને રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે તેમના શરીરમાં ઝેરીલા પદાર્થો હતા.
તે જ સમયે, ત્રીજીની હાલત ગંભીર છે. કાનપુરની રિજન્સી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ગામમાં યુવતીઓના મૃતદેહ મળ્યા પછી માહોલ તણાવપૂર્ણ છે. સાવચેતીના પગલે ગામની બાજુમાં જિલ્લા હોસ્પિટલમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પીડિતાની માતાના કહેવા પ્રમાણે, છોકરીઓના મો માંથી ફિણ નીકળી રહ્યુ હતુ. પોલીસે 6 ટીમો બનાવી મામલાની તપાસ હાથ ધરી છે. આ સાથે જ પરિવારે CBI તપાસની માંગ કરી છે.
દરમિયાન વિસ્તારના લોકો ગામમાં ધરણા પર બેઠા છે. તેમની માંગ છે કે પરિવારના સભ્યોને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં ન આવે, પરિવારને ન્યાય અપાય. લોકોનો આક્ષેપ છે કે પરિવારને કોઈને પણ મળવા દેવામાં આવી રહ્યો નથી. જો કે, ઉન્નાવ પોલીસે એક ટ્વીટમાં આ બધા આરોપોને ફગાવી દીધા છે.
પરિવારના સભ્યોના નિવેદનોમાં વિરોધાભાસ
પરિવારના સભ્યોના નિવેદનોમાં વિરોધાભાસ છે, તેથી જુદા જુદા સમયે લોકોના પહોચવાને કારણે નિવેદનોમાં કોઈ પરિવર્તન થાય છે કે પરિવારના સભ્યો ક્યાંક સંકળાયેલા છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આખા ક્ષેત્રને ઘેરી લીધો છે. ફોરેન્સિકની ટીમે પુરાવા એકત્રિત કર્યા છે, જેથી આ ઘટના જાણી શકાય.
ઉન્નાવઓના એસપીના જણાવ્યા મુજબ આ કેસમાં તપાસ ચાલી રહી છે. એક છોકરીની માતા દ્વારા કહેવામાં આવ્યું છે કે તે છોકરીઓના હાથ બંધાયેલા નથી, જ્યારે એક યુવતીના કાકાએ કહ્યું હતું કે, છોકરીઓના હાથ પગ બાંધેલી હાલતમાં હતા, અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ. સઘન તપાસ કર્યા પછી, બધું પ્રકાશમાં આવશે. જે યુવતી જીવંત છે તેનું નિવેદન ખૂબ મહત્વનું છે, તેના નિવેદન દ્વારા જ તે શોધી શકાય છે કે શું થયું છે. સવારથી તેણે માત્ર એક જ વાર આંખો ખોલી છે. અને હાલમાં તે કંઈપણ કહેવાની કોઈ હાલતમાં નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર છે. વિપક્ષ માંગ કરી રહ્યો છે કે યુવતીને એઈમ્સમાં દાખલ કરવામાં આવે.