કોરોના કેસો ઘટી ગયા હોવા છતાં પણ હજુ કોરોના ત્રીજી લહેરનો ખતરો દેશ પર ઊભો છે, જે માટે દરેક રાજી પોત પોતાની રીતે કદનું પાલન કરે છે અને લોકો પાસે કરવડાવે છે. દિલ્હીમાં કોરોનાના કેસ ઓછા થતાં સરકારે અનલોકની પ્રક્રિયાને આગળ વધારતાં અનલોક-6 માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. લાંબા સમયથી લોકડાઉનમાં છુટકારો મેળવવાની રાહ જોઇ રહેલા સિનેમાહોલ અને મલ્ટીપ્લેક્સને આ વખતે પણ રાહત મળી નથી. સરકારે હજુ પણ સિનેમાઘર, થિયેટર, મલ્ટીપ્લેક્સને બંધ રહેનાર એક્ટિવિટીઝની કેટેગરેમાં જ રાખ્યા છે. જોકે સ્પોર્ટ્સ ક્લબ અને સ્ટેડિયમ અનલોક-6માં ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.
DDMA દ્વારા ઔપચારિક આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં સોમવારથી સ્ટેડિયમ/સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખૂલી શકશે પરંતુ દર્શકો વિના. આ પહેલાં દિલ્હીમાં સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખોલવાની પરવાનગી આપી હતી પરંતુ ફક્ત તે લોકોની ટ્રેનિંગ માટે જે કોઇ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેંટમાં ભાગ લેવાના છે અને રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ આયોજિત કરવા માટે. હવે સ્ટેડિયમ અથવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સામાન્ય રીતે ખુલી શકશે પરંતુ ત્યાં દર્શક ન હોવા જોઇએ
- તમામ સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, એન્ટરટેનમેંટ, એકેડૅમિક, સાંસ્કૃતિક તહેવારો સંબંધિત આયોજનો પર પાબંધી હશે.
- સ્વિમિંગ પૂલ
- સિનેમાઘર, થિયેટર, મલ્ટેપ્લેક્સ
- એટરટેનમેંટ પાર્ક, એમ્યૂઝમેંટ પાર્ક, વોટર પાર્ક
- ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ
- બિઝનેસ ટૂ બિઝનેસ એક્ઝિબેનશન
- સ્પા
- સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન, કોચિંગ, ટ્રેનિંગ, ઇન્સ્ટિટ્યૂટ