SURAT

મજુરાગેટ વિસ્તારમાં બાઇકચાલકે મહિલાને જાહેરમાં લાફો માર્યો

સુરત: સુરતના મજુરાગેટ (Majuragate) વિસ્તારમાંથી ચોંકાવનારી (Shocking) ઘટના સામે આવી હતી. આજે સવારે (morning) એક માથાભારે વ્યક્તિએ મહિલાને જાહેરમાં લાફો (Slap) મારી દેતા ચર્ચાનો (Discussion) વિષય બન્યો હતો. કારચાલક મહિલાની (Woman) કારમાં ઓવરટેક (Overtake) કરવા જતાં માથાભારે ઇસમે પોતાની બાઇક (Bike) ભટકાવી હતી. ત્યારબાદ ઝગડો (Argument) થતાં ઇસમે મહિલાને લાફો મારી (Slapped) દીધો હતો. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, આજે સુરતના મજુરાગેટ ચારરસ્તા ઉપર બાઇક ચાલક યુવકે મહિલાને જાહેરમાં લાફો મારી દીધો હતો. આજે વહેલી સવારે બનેલી આ ઘટના બાદ ત્યાંથી પસાર થતા રાહદારીઓ ભેગા થઈ ગયા હતા. અને યુવકને પકડી લીધો હતો, ત્યારબાદ મહિલાએ લાફો મારનાર યુવક વિરુધ્ધ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, ઇસમે કાર પાછળ બાઇક ભટકાવી જીભાજોડી કરી હતી. મહિલાએ ઇસમને કહ્યું ‘મહિલા સાથે આવી વાત કરે છે?’ આ સાંભળતા જ ઇસમે મને લાફો મારી દીધો હતો. આવા માથાભારે ઇસમોને પોલીસ કે કાયદાનો પણ ડર રહ્યો નથી એમ લાગી રહ્યું છે. આમ જાહેરમાં દૂષણ બનેલા માથાભારે વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઇયે.

ઘટનાની વધુ વિગતો આપતા મહિલાએ જણાવ્યું હતું કે, તેઓ વેસુના રહેવાસી છે. મહાવીર હોસ્પિટલમાં પરિવારના એક સભ્યને દાખલ કરવામાં આવ્યા છે. જેથી તેઓ સવારે હોસ્પિટલથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમની કાર પાછળ બાઇક સવાર અચાનક ભટકાઇને પડી ગયો હતો. અને બાઇક ચાલક દોડીને કારની સામે આવી જીભાજોડી કરવા લાગ્યો હતો. હું એને સભ્યતાથી વાત કરવાનું કહેતી હતી. આટલું કહેતા જ જાહેરમાં તમામ લોકોની હાજરીમાં મને લાફો મારી દેતા લોકો મારી મદદે દોડી આવ્યા હતા. ત્યારબાદ મેં ઘટનાની જાણ પોલીસ કંટ્રોલને કરી હતી.

વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે લાફો મારનાર બાઇક સવાર નાનપુરા માછીવાડનો રહેવાસી જીગ્નેશ મોહન ભગત રીક્ષા ચાલક છે. હું તો મારી કારમાં વેસુ જઈ રહી હતી. એ ઓવર ટેક કરવામાં કાર પાછળ ઘુસી ગયો હતો. ત્યારબાદ મહિલા જોઈ બહાદુર બની ગયો હતો. પોલીસને જાણ થતાં પોલીસની PCR વાન એને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. હું હવે કાયદેસર ફરિયાદ કરીશ. આ ઇયસમને સજા તો મળવી જ જોઈએ.

Most Popular

To Top