ભારત વસુદૈવ કુટુમ્બક્મની ફિલોસોફીમાં માને સમગ્ર વિશ્વને એક પરિવારના રૂપમાં જોઈને બધાના હિતોનું રક્ષણ થાય એ જોવાની જવાબદારી યુનાઈટેડ નેશન્સની છે. યુનાઈટેડ નેશન્સની સ્થાપના 24મી ઓકટોબર 1945માં થઈ હતી. એના મુખ્ય ઉદ્દેશો વિશ્વ શાંતિ વિશ્વ કલ્યાણ આંતરરાષ્ટ્રીય સુરક્ષા આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, અસમાનતાનો અંત, માનવ અધિકારોનું રક્ષણ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના પાલનને જોવાનું છે. યુનાઈટેડ નેશન્સ બન્યા પછી જ સમગ્ર દુનિયા પર નજર રાખે એવી સંસ્થા ઊભી થઈ પરંતુ આપણે અંગ્રેજોથી આઝાદ થયા અને આપણા પડોશી પાકિસ્તાને આપણી સાથે યુદ્ધ છેડયું અને એણે આપણો કાશ્મીરનો કેટલોક ભાગ પચાવી પાડયો ત્યારે સરદાર પટેલ તો યુધ્ધ કરીને એને મારી હટાવવાની સુજ દાખવી પરંતુ એ સમયે આપણા વડાપ્રધાન જવાહર નહેરુએ એ આખી વાત યુનાઈટેડ નેશન્સમાં લઈ ગયા જેનો ઉકેલ આજ સુધી નથી આવ્યો બીજીવાર જનરલ માણેકસાએ પાકિસ્તાનને માટી હટાવ્યુ ત્યારે આપણા વડાપ્રધાન ઈન્દિરાગાંધી એ બધો જીતેલો કાશમીરનો ભાગ આપી દીધો અને આપણા શહીદોની અંજલી બેકાર ગઈ ? એવા પક્ષપાતી યુનાઈટેડ નેશન્સની શું જરૂર ? આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હવે યુનાઈટેડ નેશન્સ પરિવર્તન ઝંખે છે. ખરી વાત છે.
ગંગાધરા -જમિયતરામ હ. શર્મા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.