SURAT

સુરતની ગરમીમાં ઠંડક આપતી વડીલોની અનોખી સેવા, મરણ મૂડીમાંથી વિતરણ કરે છે,નિઃશૂલ્ક છાસ

વડલા જેવા વડીલોની છત્રછાયામાં કેટલાયની આંતરડી ઠરતી હોય છે. ત્યારે આ ઉનાળાની કાળજાળ ગરમીમાં ઠંડક આપતી સેવા સુરતમાં વડીલો કરી રહ્યાં છે. સુરતના મોટાવરાછાના મારુતિ ચોક ખાતે વડલા નીચે બેસી રહેતા પાંચ વડીલો છાશ વિતરણ કેન્દ્ર ચલાવી રહ્યાં છે. પોતાના સંતાનો પાસેથી વાપરવા મળતા રૂપિયા તથા પોતાની મરણ મૂડીમાંથી ઉપયોગ કરી અને ગાયોના તબેલામાંથી છાશ લાવી પોતે મિશ્રિત કરી અને લોકોને વિનામૂલ્યે આત્મ સંતોષ થાય તે હેતુ છાશ પીવડાવી રહ્યા છે.

દાન લીધા વગર સેવા: આ વડીલોમાં મનુદાદા દુધાત બોરાળા, વિનુભાઈ બુટાણી ભેસવડી, જીવનભાઈ હિરપરા ખીજડીયા, કાનજીભાઈ તોરી, હરસુખભાઈ જુનાગઢ વગેરે આ તમામ વડીલો સેવા આપી રહ્યાં છે. સવારમાં 9વાગ્યા થી બપોરના 1:30 વાગ્યા સુધી કાળજાળ ગરમીમાં પણ લોકોને છાશ પીવડાવી પોતાના કર્મ ઉજળા રહ્યા છે. તેઓ લોકોને પ્રેરણા આપી રહ્યા છે. કોઈપણ જાતના દાન ડોનેશન લીધા વિના પોતાના ખર્ચામાંથી આ છાશ વિતરણ કેન્દ્ર ચલાવી રહ્યા છે.

રોજની લગભગ 50 લિટર છાસનું વિતરણ: વડીલો દ્વારા કરવામાં આવે છે. ગાયોના દૂધમાંથી બનાવેલી છાશનુ વિતરણ કરી સમાજને પ્રેરક ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે. છાશ વિતરણ કેન્દ્ર વૃદ્ધાવસ્થાની વ્યાખ્યા બદલી રહ્યું છે. એટલે જ કહેવાયું છે કે વૃક્ષ ફળ ન આપે તો પણ એ ગુણકારી હોય છે કારણ કે છાવ તો જરૂર આપતું હોય છે.

Most Popular

To Top