હાલોલ: હાલોલમાં પંથકમાં દશામાં ના દશ દિવસીય વ્રતના પાવન પર્વનેને લઈને શ્રધ્ધાળુઓમાં અનોખો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે. જેમાં પોત પોતાના ઘરોમા દશ દિવસ દશામાંની મૂર્તિની સ્થાપના કરી માતાજીની પુંજા અર્ચના કરી વ્રત કરનાર ભક્તજનો દીવાસાની પૂર્વસંધ્યાએ દશામાં માતાજીની મૂર્તિઓ ખરીદવા નગરના બજારોમાં ઉમટી પડતા દશામાંની મૂર્તિઓનું વેચાણ કરતા સ્ટોલો પર શ્રધ્ધાળુ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
હાલોલ નગર સહિત પંથકમાં દશામાનુ વ્રત કરવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલોલ નગરમાં દશામાની અવનવી ડિઝાઈનની નાની મોટી અનેક પ્રતિમાઓ વેચાણ અર્થે મુકવામાં આવી છે. અષાઢ વદ અમાસ એટલે કે દીવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે.જે દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ ઉપવાસ કરી વ્રત કરે છે જેમાં મહિલા પુરુષ ભક્તજનોમાં દશામાના વ્રતનો અનેરો મહિમા અને અપાર શ્રદ્ધા જોવા મળે છે જેને લઈ મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં દશામાંની સ્થાપના કરી દશ દશ દિવસ સુધી માતાજીનું વ્રત કરી પુંજા અર્ચના કરી દશમાં દિવસે માતાજીનું વિસર્જન કરે છે.
જેમાં ગુરુવારે દિવાસાનો દિવસ હોઈ દશામાંની મૂર્તિઓની ખરીદી કરવા સ્ટોલો પર મોટી સંખ્યામાં દશામાં ના ભક્તજનો ઉમટી પડ્યા હતા જોકે આ વર્ષે હાલમાં ચાલતી કાળઝાળ મોંઘવારીની અસર દશામાની મૂર્તિમાંઓમાં પણ જોવા મળી હતી જેમાં મૂર્તિઓના ભાવમાં ગત વર્ષ કરતા 40% જેટલો વધારે ભાવ વધારો નોંધાવવા પામ્યો હતો તેમ છતાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધા અને ભક્તિભાવની ભાવના સાથે માતાજીની મૂર્તિઓ ખરીદીને લઈ જતા નજરે પડ્યા હતા જેમાં દિવાસાની પૂર્વ સંધ્યાએ નગર ખાતે દશામાંની મૂર્તિઓનું વેચાણ કરવા ઉભા કરાયેલ તમામ સ્ટોલો પર મોટી સંખ્યામા લોકો દશામાં મૂર્તિઓ સહિત માતાજીનો વિવિધ સાજ શણગાર સહિતનો સામાન ખરીદી દશામાંના દશ દિવસીય વ્રતની ઉજવણીની તૈયારીઓમાં જોતરાયા હતા.