અમદાવાદ_ અમદાવાદ સહિત રાજ્યભરમાં 14 મી જાન્યુઆરીએ ભારે હરસોલાસભેર ઉતરાયણનો પર્વ મનાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ પણ દર વર્ષની જેમ આ વખતે અમદાવાદમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરી હતી. ઉતરાયણના દિવસે વહેલી સવારે અમિત શાહએ પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરી, પૂજા અર્ચના કરી હતી,
ત્યારબાદ અમિત શાહે કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉતરાયણ પર્વની મોજ માણી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના નારણપુરા વિસ્તારમાં જુદી જુદી ત્રણ જગ્યાએ ઉતરાયણની ઉજવણી કરી હતી. તેમણે નારણપુરાના અર્જુન ગ્રીસ, આસ્થા એપલ સોસાયટી, અને અભિષેક એપાર્ટમેન્ટના ધાબા ઉપર કાર્યકર્તાઓ સાથે ઉતરાયણની ઉજવણી કરી પતંગના પેચ લડાવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિકોએ અમિત શાહનુ ઢોલ નગારા સાથે સ્વાગત કરી તેમને વધાવ્યા હતા પ્રસંગે અમિત શાહ ખૂબ હળવા મૂડમાં જણાતા હતા અને બોર ખાવાની મજા પણ તેમણે માણી હતી.