ગાંધીનગર : વલસાડ બાદ આજે કેન્દ્રિય ગૃહ મંત્રી(Union Home Minister) અમીત શાહ (Amit Shah) આજે વડોદરા (Vodadra) પહોંચ્યા હતા. અહીં તેમણે મધ્ય ગુજરાતમાં ૪૦ બેઠકો પર ભાજપને વિજય મળે તે માટે રણનીતિની પાર્ટીની નેતાગીરી સાથ ચર્ચા કરી હતી.શાહની ઉપસ્થિતિમાં મધ્ય ગુજરાતની ૪૦ બેઠકો માટે ચર્ચા થવા પામી હતી. જેમાં ૪૧માંથી ૨૫ બેઠકો ભાજપ પાસે છે. જયારે ૧૬ બેઠકો કોંગ્રેસ પાસે છે.
અમીત શાહ ઉત્તર ગુજરાત ઝોનની બેઠક પાલનપુર ખાતે કરશે
૪૦ બેઠકો પૈકી વડોદરા જિલ્લામાં 10માંથી 9 ભાજપ પાસે, આણંદ જિલ્લામાં 7માંથી 2 ભાજપ પાસે અને 5 કોંગ્રેસ પાસે છે. ખેડા જિલ્લામાં 6 બેઠકમાંથી 3 ભાજપ પાસે અને 3 કોંગ્રેસ પાસે છે. પંચમહાલ જિલ્લામાં 5માંથી 5 ભાજપ પાસે, મહીસાગર જિલ્લામાં – 3 માંથી 2 ભાજપ પાસે અને 1 કોંગ્રેસ પાસે, દાહોદ જિલ્લામાં 6માંથી 3 ભાજપ પાસે અને 3 કોંગ્રેસ પાસે, છોટા ઉદેપુર જિલ્લામાં 3માંથી 1 ભાજપ પાસે અને કોંગ્રેસ 2 પાસે છે. હવે અમીત શાહ ઉત્તર ગુજરાત ઝોનની બેઠક પાલનપુર ખાતે કરશે. તે પછી સૌરાષ્ટ્ર ઝોનની બેઠક સોમનાથ ખાતે કરશે.