Business

લોકડાઉનમાં યુનિફોર્મ-શુઝ થઈ ગયા Waste વાલીઓએ સુઝબૂઝથી બનાવ્યા Best

કોરોનાની મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ હોવાથી ઓનલાઈન એજયુકેશન ચાલી રહ્યું છે. બાળકોના હાથમાં બુક અને પેન્સિલની જગ્યાએ મોબાઈલ ફોન અને આઈપેડ આવી ગયા છે. શાળાએ ન જવાનું હોવાથી બાળકોના યુનિફોર્મથી માંડીને સ્ટેશનરી સુધીની તમામ વસ્તુઓ બેકાર બની ગઈ છે. કોઈને યુનિફોર્મ ટૂંકા પડવા લાગ્યા તો કોઈને હવે સ્કૂલ શુઝ પગમાં પણ આવતા નથી. વાલીઓએ તેમના બાળકોની આ બેકાર પડેલી વસ્તુઓને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને રોજીંદા જીવનમાં ઉપયોગમાં લઈ લીધી છે. આ તમામની વચ્ચે સિટીપલ્સે શહેરના વાલીઓ સાથે વાત કરીને કઈ રીતે તેમણે તેમના બાળકોની શિક્ષણને લગતી બેકાર પડેલી વસ્તુને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી તે અંગે જાણકારી મેળવી હતી.

કલ્પના બેન

શાળાના શુઝને ક્રીક્રેટ રમવામાં પહેરી નાખ્યા. : કલ્પના બેન

લોકડાઉનને કારણે શાળાઓ બંધ હોવાથી શાળાનો યુનિફોર્મ કબાટમાં જ પડી રહ્યો હતો. મારો દિકરો છઠ્ઠા ધોરણમાં છે. તેની હાઈટ ખૂબ વધતી હોવાથી યુનિફોર્મ તો એક સાઈઝ મોટો લીધો હતો પણ શુઝ એક વર્ષ પછી પગમાં ફીટ થતે નહીં. નવા શુઝને એમ જ કોઈને આપી દેવા તેના કરતા તે રોજ સવારે ક્રિક્રેટ રમવા જતો હતો અને સ્પોર્ટ્સ શુઝ લેવાની જીદ્દ કરતો હતો. જો કે શાળાના શુઝ પણ એ ટાઈપના જ હોવાથી તેને ક્રિક્રેટમાં ઉપયોગમાં આવી ગયા.

મયંક ડીયોરા

તેનો એક યુનિફોર્મ મેં ઘરમાં પહેરી નાખ્યો : મયંક ડીયોરા

મારો દિકરો ધોરણ 12 માં હતો. તેને રોજ શાળાએ પહેરવા માટે બે યુનિફોર્મ લીધા હતા. કોરોનાને કારણે લોકડાઉન લાગ્યું અને શાળાઓ બંધ થવાથી યુનિફોર્મ એમ જ પડી રહ્યા હતા. આવતા વર્ષે તો તે કોલેજમાં આવી જાય આથી યુનિફોર્મની જરુર પડે નહીં. તેની હાઈટ બોડી પણ મારા જેટલી જ હોવાથી મને તેના યુનિફોર્મનું શર્ટ એકદમ માફક આવી ગયો. લોકડાઉનમાં મારે વર્ક ફ્રોમ હોમ હોવાથી મેં તેની એક જોડી ઘરમાં પહેરી નાખી અને એક તેણે પહેરી નાખી.

દિપીકા પટેલ

યુનિફોર્મના પેન્ટ કાપી તેની કેપરી બનાવી નાઈટ ડ્રેસમાં પહેરી નાખ્યા : દિપીકા પટેલ

લોકડાઉનને કારણે શાળાઓ બંધ અને બાળકો ઘરે હોવાથી તેમના લીધેલા યુનિફોર્મ એમ જ બેકાર બની ગયા હતા. બીજી તરફ લોકડાઉનને કારણે બધી દુકાનો પણ બંધ હોવાથી નાઈટમાં પહેરવાના કપડાની પણ ખરીદી થઈ નહોતી. એક વર્ષ બાદ યુનિફોર્મ ટુંકા થઈ જાય અને ફેંકી દેવા પડે તેમ વિચારીને મેં ત્રણ પેન્ટની કેપરી બનાવી દીધી. મારા બાળકોએ તેને નાઈટ ડ્રેસમાં પહેરી નાખ્યા છે. હવે શાળાઓ શરૂ થાય ત્યારે ફરીથી ખરીદી કરશું.  

Most Popular

To Top